સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા-સ્પીપા, અમદાવાદના યુ.પી.એસ.સી.માં સફળ થયેલા ઉમેદવારોની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતસ્પીપામાંથી અત્યાર સુધીમાં ૨૮૫ ઉમેદવારો યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં પાસ થઈ અંતિમ પસંદગી પામ્યા છે, આ વર્ષે સૌથી વધુ ૨૫ ઉમેદવારો પસંદ થયા.ગુજરાતના યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસી દ્વારા લેવામાં આવતી ૈંછજી, ૈંઁજી, ૈંહ્લજી સહિતની વિવિધ અખિલ ભારતીય સેવાઓની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને આ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) કાર્યરત છે.
આ વર્ષે યુપીએસસી સિવિલ સર્વીસીસ પરીક્ષા-૨૦૨૩માં સ્પીપાના ૨૫ ઉમેદવારોએ જ્વલંત સફળતા મેળવી છે. આ ઉમેદવારો સિવિલ સર્વિસીસની ૈંછજી, ૈંઁજી, ૈંહ્લજી જેવી વિવિધ સેવાઓમાં અંતિમ પસંદગી પામ્યા છે. શનિવાર ૨૭ એપ્રિલે સ્પીપાના આ સફળ ઉમેદવારોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી . મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પસંદગી પામેલા આ યુવાઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવવા સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પણ આપી હતી.તેમણે આ યુવાઓને તાલીમ બાદ જ્યારે તેઓ સેવામાં જાેડાય ત્યારે ગરીબ વંચિત અને નાના માં નાના માનવીના કલ્યાણ ના ધ્યેય સાથે સેવારત રહેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્મંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જાેષી અને સ્પિપાના ડાયરેક્ટર જનરલ શ્રી મહોમ્મદ શાહિદ ઉપસ્થિત રહ્યા હતા.સ્પીપા ખાતે યુપીએસસી સ્ટડી સેન્ટર ૧૯૯૨થી કાર્યરત છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ ૨૮૫ ઉમેદવારો યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષામાં અંતિમ પસંદગી પામ્યા છે. જેમાં આ વર્ષે સૌથી વધુ એટલે કે ૨૫ ઉમેદવારો પસંદ થયા છે.
Recent Comments