fbpx
અમરેલી

મુખ્યમત્રી સડક યોજના અંતગત મજુર થયેલસાવરકુંડલા શહે૨ના વોર્ડ ન. ૩ ખાતે રૂ।. ૧ કરોડના વિકાસના કામનુભૂમિપૂજન કરતા સાસદ નારણભાઈ કાછડીયા જેમા ૧૨ બ્લોક રોડ અને ૩ સી.સી. રોડ એમ કુલ-૧૫ રોડનુ ખાતમુહૂત કરવામા આવ્યુ

ગત તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરના વોડ ન. ૩ મા મુખ્યમત્રી સડક યોજના અતગત રૂ।. ૧ કરોડના ખર્ચે મજુર થયેલ વિવિધ વિકાસના કામોના ભૂમિપૂજન કરેલ હતુ. સાસદશ્રીએ આ તકે જણાવેલ હતુ કે, કેન્દ્રની મોદી સરકાર હોય કે રાજયની શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય બને સરકારો તરફથી શહેર તથા ગ્રામ્યના ખુણે ખુણા સુધી વિકાસ પહોચે તે માટે સતત પ્રયાસો થઈ રહયા છે. ત્યારે માન. મુખ્યમંત્રીશ્રી તરફથી મુખ્યમત્રી સડક યોજના અતગત સાવરકુંડલા શહેરના વોડ ન. ૩ ખાતે ૧૨ બ્લોક રોડ અને ૩ સી.સી. રોડ એમ કુલ-૧૫ આતરીક ૩ રસ્તાઓના નિમાણ માટે રૂા. ૧ કરોડ જેવી માતબર રકમ ફાળવવામા આવેલ છે. જે બદલ મુખ્યમત્રીશ્રીનો સાવરકુડલાના લોકો વતી સહદય આભાર વ્યકત કરૂ છે.

આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા, જીલ્લા ઉપાધ્યાક્ષ શ્રી શરદભાઈ પડયા, નગરપાલીકા પ્રમુખ પ્રતિનિધી શ્રી રાજુભાઈ દોશી, જીલ્લા અનુસુચિત જાતિ મોરચા અધ્યક્ષ શ્રી કેશુભાઈ વાઘેલા, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રવિણભાઈ સાવજ, શહેર મહામત્રી શ્રી રાજેશભાઈ નાગ્રેચા, નગરપાલીકા સદસ્યો, સેલ મોરચા પદાધિકારીઓ, સ્થાનીક આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts