fbpx
બોલિવૂડ

મુનવ્વર ફારૂકીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

બિગ બોસ ૧૭ ના વિજેતા અને સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકી એ પોતાની ઈન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં કોમેડિયન હાથમાં આઈવી ડ્રિપ સાથે જોવા મળે છે. આ ફોટો સાથે તેણે લખ્યું છે કે – ‘નઝર લગ ગયી’. મુનવ્વરની તબિયત જોઈને સોશિયલ મીડિયા પર ‘ગેટ વેલ સૂન’ ટ્રેન્ડ થવા લાગ્યું છે. એક ચાહકે ટ્‌વીટ કરીને લખ્યું છે – હું તમારા માટે પ્રાર્થના કરું છું કે તમે જલ્દી સ્વસ્થ થઈ જાઓ. ટેઇક કે, અન્ય એક પ્રશંસકે લખ્યું- ભાઈ, ગેટ વેલ સૂન વિથ પોઝિટિવ એનર્જી. પોતાના ફેન્સના પોઝિટિવ મેસેજીસ અને અતૂટ પ્રેમ જોઈને મુનવ્વર ફારૂકી, સોસિયલ મીડિયા પર ૧ ફોટો શેર કરીને ફેન્સ અને શુભેછકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું હવે તેની તબિયત પેહલા કરતાં સારી છે અને રિકવરી પણ થઈ રહી છે.

Follow Me:

Related Posts