ગુજરાત

મુન્દ્રાથી ૩ કરોડનું રક્તચંદન ઝડપાયું, જે ચોખાની આડમાં એક્સપોર્ટ થઈ રહ્યું હતુ

મુંદ્રા પોર્ટ પર એમઆઈસીટીમાં ડીઆરઆઈએ ચોખાની આડમાં એક્સપોર્ટ થવા જતા ત્રણ કરોડની કિંમતના રક્તચંદનના જથ્થાને ઝડપી પાડ્યું હતું . મોડી રાત સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ રક્તચંદનના ૧૭૭ લોગ્સ કબ્જે કરાયા હતા . ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા બુધવારના સાંજના સમયે લુધીયાણાની એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરાઈ હતી . આ કન્ટેનરમાં નોન બાસમતી રાઈસનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું , પરંતુ તેની જગ્યાએ કાંઈક બીજુજ જતું હોવાના ઈનપુટના આધારે કન્ટેનરને એમઆઈસીટીમાં રોકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરી હતી . જેને ખોલીને ચેક કરતા અંદરથી ચોખાની બોરીઓ વચ્ચે છુપાવેલા રક્તચંદનના ટિમ્બર લોગ્સ મળી આવ્યા હતા . મોડી રાત સુધી ચાલેલી ગણનાના અંતે કુલ ૧૭૭ રક્તચંદનના લોગ્સ હોવાનું સામે આવ્યું હતું . જેનું વજન કરતા તે ૫.૪ ટન જેટલો જથ્થો હોવાનું ખુલ્યું હતું . આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો અનુસાર ત્રણ કરોડ જેટલી કિંમત આ જથ્થાની થવા જાય છે , જેને સીઝ કરીને તપાસ હાથ ધરાઈ હતી . આ જથ્થો લુધીયાણાથી આવ્યો હતો અને દુબઈ માટે એક્સપોર્ટ થવાનો હતો . પરંતુ તેવું થાય તે પહેલાજ ડીઆરઆઈએ તેને ઝડપી લીધો હતો . બે મહિના પહેલાજ મુંદ્રાથી ૬ કરોડનું લાલચંદન ઝડપાયું હતું ડીઆરઆઈએ હજી બે મહિના પહેલાજ મુંદ્રા પોર્ટથી ૬ કરોડ જેટલી કિંમત ધરાવતું લાલચંદન ઝડપ્યું હતું . ત્યારે તે બ્રાસના ડિક્લેરેશન સાથે નિકાસ કરવાની પેરવીમાં હતું ત્યારે સીએફએસથી ઝડપાયું હતું. આટલા ટુંકા ગાળામાં જ વધુ એક આ પ્રકારનું કન્સાઇમેન્ટ ઝડપાતા એજન્સીઓ દોડતી થઈ હતી

Follow Me:

Related Posts