મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ફરાર ૩ પોલીસકર્મી ભાવનગરથી પકડાયા
ગુજરાત એટીએમ, પચ્છિમ કચ્છ પોલિસ તથા અન્ય એજન્સી લાંબા સમયથી ૩ ફરાર શખ્સોને પકડવા માટે પ્રયત્ન કરી રહી હતી. ત્યારે પચ્છિમ કચ્છ પોલીસએ ભાવનગર પોલીસની મદદથી શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદ, જયદેવસિંહ ઝાલાને ઝડપી પાડ્યા છે. પકડાયેલા ૩ પૈકી બે પોલીસકર્મી હોટલમાંથી ઝડપાયા છે. જ્યારે અન્ય એકને ભાવનગર નજીકથી ઝડપી પાડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગઢવી સમાજમાં આ કસ્ટોડિયલ્ ડેથ પ્રકરણથી ઘેરા પ્રત્યાધાત પડ્યા હતા, પરંતુ મુખ્ય આરોપી ૩ પોલીસ કર્મચારી લાંબા સમયથી પોલીસને ચકમો આપતા હતા. અંતે પોલીસે તેને પકડી પાડ્યા છે. પચ્છિમ કચ્છ જીઁ સૌરંભસિંગે આ અંગે સમર્થન આપીને આગળની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.
Recent Comments