સૌરાષ્ટ - કચ્છ

મુન્દ્રામાં ૧૯ વર્ષીય યુવાનું ધારદાર હથિયારથી ગળું કાપી હત્યા

મુન્દ્રાના ધર્મેન્દ્રસિંહ દાદુભા ઝાલાના ભત્રીજા ૧૯ વર્ષીય દેવેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલાની કોઈએ ગળું કાપી હત્યા કરી નાખી છે. શહેરના બારોઇ રોડથી ગોયસર સમાં તરફ જતા રોડ પર ક્રિસ ફાર્મ હાઉસ સામેના બાવળની ઝાડીમાં અજાણ્યા ઈસમોએ ધારદાર હથિયાર વડે ગળાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી યુવાનની હત્યા નિપજાવી હતી. મોટર સાયકલ લઈને ગયેલા યુવકની કોણે અને કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે સહિતના મુદ્દે પીઆઇ એમ.આર.બારોટે આગળની તપાસ હાથ ધરી છે.

દરમ્યાન સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ હત્યા પાછળ નાણાંકીય લેવડદેવડ કારણભૂત હોવાની સાંભવના રહેલી છે તે અંગે પણ પોલીસે તપાસ ચલાવી રહી છેગઈકાલે બપોરથી રાત્રી દરમિયાન કચ્છના મુન્દ્રા ખાતે ૧૯ વર્ષીય ક્ષત્રિય નવયુવાનનું અજાણ્યા ઈસમોએ ધારદાર હથિયાર વડે ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાખતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. નોંધનીય છે કે મુન્દ્રામાં ગુનાહિત પ્રવૃતિઓમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. ચોરી, મારામારી અને હત્યાના બનાવો પોલીસ ચોપડે ચડી રહ્યા છે. તેમાં ઉમેરો કરતી વધુ એક ઘટના ગઈકાલે પ્રજાસત્તાક દિવસે બનવા પામી છે. જેમાં ૧૯ વર્ષીય યુવાનનું કોઈએ ધારદાર હથિયાર વડે ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાખી છે.

Related Posts