મુન્દ્રા પોર્ટમાં કોરોનાનો કહેર, કસ્ટમ અધિકારીઓ તેમજ અદાણી પોર્ટમાં ફફડાટ
ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો અજગરી ભરડો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસ અને મૃત્યુ દર માં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે મહાનગરો સાથે નાના જીલ્લા અને તાલુકા કક્ષાએ પણ કોરોના નો કહેર વરસી રહ્યો છે. મહાનગરો નીસાથે હવે પોર્ટ વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે.
મુન્દ્રા પોર્ટ માં છેલ્લા ઘણા સમય થી કોરોના કેસ માં ઉછાળો જાેવા મળતા કસ્ટમ અધિકારીઓ તેમજ અદાણી પોર્ટ માં કામ કરતા લોકો માં ફફડાટ ની લાગણી ફેલાઇ જવા પામી છે.
લોક ડાઉન માં પણ જેના કારણે અર્થતંત્ર ધમધમતું હતું તેવા મુન્દ્રા પોર્ટ માં કોરોના કેસ વધતા મુન્દ્રા કસ્ટમ બ્રોકર એસોસિયેશન એ કલેકટર ને અરજી કરી હતી કે જેવી રીતે ફ્રન્ટ લાઇનર ને કોરોના વેક્સિન ઉંમર જાેયા વગર આપવા માં આવે છે, તેવીજ રીતે મુન્દ્રા પોર્ટ માં કામ કરતા અધિકારીઓ તેમજ દરેક કર્મચારી પણ એસન્સિયલ સર્વિસ માં આવતા હોવાથી તેમને રસી આપવામાં આવે નહિ તો અત્યંત ભયંકર પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહિ એવી ચિંતા સ્ઝ્રમ્છ ના સચિવ મનોજ કોટકે સેવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જાેવા મળી રહ્યોછે. ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમીતોનો કુલ આંક ૩ લાખને વટાવી ચુક્યો છે. તો રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગતરોજ ૧૨ એપ્રિલના રોજ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંક અનુસાર રાજ્યમાં ૬૦૨૧ નવા કેસ સામે આવ્યા હતા. જયારે ૫૫ લોકોના કોરના થી મૃત્યુ થયા હતા. રાજ્યમાં ચાલી રહેલી કોરોના વાઇરસની બીજી લહેર અતિ ભયાનક સ્વરૂપે પોતાનો કહેર વરસાવી રહી છે. રાજ્યના મહાનગરોમાં સ્મશાન ગૃહમાં પણ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો જાેવા મળી રહી છે.
Recent Comments