fbpx
અમરેલી

મુશ્કેલીમા ધર્મ જ ધૈર્ય આપે , ખાંભા – રાજુલા – ઉના પંથમા સ્વામીનારાયણ સંપ્રદાયોના સંતોની સફર રાશન કીટ વિતરણ, મૃતકોને શાંત્વના પાઠવી

, મૃતકોને શાંત્વના પાઠવી વિવિધ મંદિરોના સંતો , સંપ્રદાયના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા સાંપ્રત સમયમાં ધર્મ અને સંપ્રદાયો માત્ર આધ્યાત્મીકતા અને ધાર્મીક જ્ઞાનના પ્રચાર – પ્રસાર પુરતા સીમીત નથી રહ્યા જરૂર પડીયે આપત્તીઓમાં સરકાર અને લોકોના ખંભે ખંભા મીલાવી અને તમામ પ્રકારે મદદ કરવામા આગળ હોય છે અને લોકોએ મંદિરોને જે દાન આપ્યું છે એ જરૂર પડયે લોકો માટે ઉપયોગ કરી પોતાની ફરજ નિભાવી પણ જાણે છે અને એમાં સ્વામીનારાયણ સંપ્રદાય હંમેશા પ્રથમ રહ્યો છે . શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર – જુનાગઢ ( શ્રી રાધા રમણ દેવ વહીવટી સમિતિ ) દ્રારા મુખ્ય કોઠારી પ્રેમસ્વરૂપદાસજી સ્વામી , સરધાર મંદિરના બાલમુકુંદ દાસજી , વાઈસ ચેરમેન રાજેશ માંગરોળીયા , ટ્રસ્ટી પી.પી.પડસાળા તથા સંતો અને હરિભકતો સાથે વાવાઝોડાના બીજા દિવસ થી જ સતત છ દિવસ સુધી વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારના ખાંભા , રાજુલા અને ઉના તાલુકાના વિવિધ ગામોમાં ફરી અને લોકોના દુઃખમાં સહભાગી બની જરૂરીયાતમંદ લોકોને રાશન કીટ અપર્ણ કરી હતી .

Follow Me:

Related Posts