રાષ્ટ્રીય

મુસાફરો ટ્રેનમાં ગંદા ધાબળા-ચાદર વિશે ફરિયાદ ન કરે તે માટે રેલવેએ તેમના ટેન્ડર નિયમોમાં કર્યો ફેરફાર

મુસાફરોને ઘણીવાર એસી કોચમાં મુસાફરી દરમિયાન ગંદી બેડશીટ અને ધાબળા મળી જાય છે… જેથી મુસાફરી કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. રેલવેને વારંવાર મુસાફરો તરફથી આ અંગે ફરિયાદો મળતી રહે છે. આવીફરિયાદોના સમાધાન માટે રેલવે બોર્ડે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.હવે, મુસાફરો ટ્રેનમાં ગંદા ધાબળા અથવા ચાદર વિશે ફરિયાદ ન કરે તે માટે રેલવેએ તેમના ટેન્ડર નિયમોમાં ફેરફાર કર્યો છે.

નવા નિયમો હેઠળ ટ્રેનના એસી કોચમાં સપ્લાય કરવામાં આવતી ચાદર અને ધાબળા ધોવા અને કેટરિંગમાં બેદરકારીને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. જાણો શું છે નવો નિયમ?… હવે ટ્રેનમાં કેટરિંગ અને પલંગ-ધાબળાના સપ્લાય માટેના ટેન્ડર લાંબા સમય સુધી બહાર પાડવામાં આવશે નહીં. આ ટેન્ડરોની મુદત ઘટાડીને ૬ મહિના કરવામાં આવી રહી છે, ત્યારબાદ કોન્ટ્રાક્ટરના કામની પણ સમીક્ષા કરવામાં આવશે. જાે રેલવે કોન્ટ્રાક્ટરના કામથી સંતુષ્ટ નહીં હોય તો તેનું ટેન્ડર રિન્યુ કરવામાં આવશે નહીં. આ સાથે હવે મુસાફરોને ટ્રેનમાં ગંદી ચાદર અને ધાબળાનો સામનો કરવો નહીં પડે. જાણો રેલવે બોર્ડે લીધો આ કડક ર્નિણય?.. રેલવે બોર્ડે એક પરિપત્રમાં જણાવ્યું કે ટ્રેનમાં કેટરિંગ અને અન્ય સેવાઓ માટે ટેન્ડરનો સમયગાળો ઘટાડીને ૬ મહિના કરવામાં આવી રહ્યો છે. અગાઉ આ ટેન્ડર ૩ થી ૫ વર્ષ માટે હતા.

જેના કારણે એક વખત કોન્ટ્રાક્ટ અપાયા પછી તે જ કોન્ટ્રાક્ટર પાસે ઓર્ડર લાંબા સમય સુધી રહેતો હતો અને તે મનસ્વી રીતે કામ કરતો હતો. હવે આવી સ્થિતિમાં દર ૬ મહિને ટેન્ડર રિન્યુ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરની કામગીરીમાં બેદરકારીના કિસ્સાઓ પણ ઘટશે. ૈંઇઝ્ર્‌ઝ્રએ આદેશનો પરિપત્ર જારી કર્યો… તેના વિષે જાણો… ૈંઇઝ્ર્‌ઝ્રએ રેલવે બોર્ડના આ ર્નિણયથી સંબંધિત એક પરિપત્ર બહાર પાડ્યો છે. નિયમો અનુસાર, આ રેલ્વે ટેન્ડરો ડિવિઝન સ્તરે બહાર પાડવામાં આવશે અને મોનિટરિંગ પણ ડિવિઝન સ્તરે જ કરવામાં આવશે. રેલવે બોર્ડનું માનવું છે કે નવા નિયમો પછી ટ્રેનમાં ગંદી ચાદર અને બ્લેન્કેટની ફરિયાદો બંધ થઈ જશે.

Related Posts