fbpx
રાષ્ટ્રીય

મુસ્લિમ ધર્મગુરુ મૌલાના સાજિદ રશીદીએ સોમનાથ મંદિર પર થયેલા હુમલાને લઇ કહ્યું કે, “મંદિરમાં થયેલું ખોટું કામ રોક્યું”

મુસ્લિમ ધર્મગુરુ મૌલાના સાજિદ રશીદી પોતાના વિવાદિત નિવેદનોને પગલે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેમણે ફરી એકવાર પોતાના નિવેદનથી વિવાદ ઊભો કર્યો છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદીએ સોમનાથ મંદિર પર હુમલાને યોગ્ય ઠેરવ્યો છે અને કહ્યું કે સોમનાથ મંદિરમાં મહિલાઓને ગાયબ કરવામાં આવી રહી હતી. મૌલાના સાજિદ રશીદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે સોમનાથ મંદિરમાં મહિલાઓને ગાયબ કરવામાં આવી રહી હતી. જેને રોકવામાં આવી. તેમણે કહ્યું કે હુમલો કરીને મંદિરમાં થઈ રહેલા ખોટા કામ રોકવામાં આવ્યા.

અત્રે જણાવવાનું કે મૌલાના સાજિદ રશીદી ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ છે. અત્રે જણાવવાનું કે સોમનાથ મંદિર પર અનેકવાર હુમલા થયા હતા અને મંદિરનો વારંવાર જિર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે ઈ.સ. પૂર્વે આ મંદિર અસ્તિત્વમાં આવ્યું હતું ને તે જગ્યાએ સાતમી સદીમાં વલ્લભીના મૈત્રક રાજાઓએ બીજીવાર મંદિરનું પુર્નનિર્માણ કરાવ્યું. ત્યારબાદ આઠમી સદીમાં સિંધના અરબી ગવર્નર જુનાયદે સેના મોકલીને હુમલો કર્યો. ત્યારબાદ મહેમૂદ ગઝનવીએ હુમલો કરીને મંદિર ખંડિત કર્યું.

ત્યારબાદ ગુજરાતના રાજા ભીમ અને માળવાના રાજા ભોજે તેનું પુર્નનિર્માણ કરાવ્યું. ત્યારબાદ મુઘલ બાદશાહ ઔરંગઝેબે વર્ષ ૧૭૦૬માં આ મંદિરને ફરીથી પાડી નાખ્યું. ત્યારબાદ ભારતના પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરનું નિર્માણ કરાવ્યું અને હાલના સમયમાં તે અસ્તિત્વમાં છે. આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે મૌલાના સાજિદ રશીદીએ વિવાદિત નિવેદન આપ્યું છે. રશીદી આ અગાઉ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને તોડવાની ધમકી પણ આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે આ દેશનો ઈતિહાસ લખવામાં આવશે.

તે હિસ્ટ્રીના પાયા પર અમારી આવનારી પેઢીઓ રામ મંદિરને તોડીને મસ્જિદ બનાવશે. સોમનાથ મંદિર ગુજરાતના ગિર સોમનાથ જિલ્લામાં સમુદ્ર કિનારે આવેલું છે અને ભગવાન શિવનું પ્રસિદ્ધ મંદિર છે. તે ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગોમાંથી એક છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે મંદિર આવે છે. શાસ્ત્રો મુજબ આ મંદિરમાં ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન માત્રથી તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને તમામ મનોકામનાઓ પૂરી થાય છે.

Follow Me:

Related Posts