fbpx
રાષ્ટ્રીય

મુસ્લિમ મહિલાઓ પણ પતિ પાસે ભરણપોષણ માંગી શકે છે : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ર્નિણય

સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ર્નિણય લેતા કહ્યું કે, કોઈ પણ મુસ્લિમ કે તલાક થયા હોય તેવી મહિલા સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ પતિ પાસે ભરણપોષણ માંગવાની હકદાર છે. આ કારણે તે ભરણપોષણ માટે અરજી પણ દાખલ કરી શકે છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઑગસ્ટીન જૉર્જ મસીહએ ર્નિણય સંભળાવતા કહ્યું કે, મુસ્લિમ મહિલા ભરણપોષણ માટેના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરી શકે છે.તે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૨૫ હેઠળ આને લગતી અરજી દાખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કલમ તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે. પછી તેનો ધર્મ કોઈ પણ હોય, મુસ્લિમ મહિલાઓ પણ આ જાેગવાઈની મદદ લઈ શકે છે. કોર્ટે ફરી એક વખત કહ્યું કે, મુસ્લિમ મહિલા પોતાના પતિ વિરુદ્ધ કલમ ૧૨૫ સીઆરપીસી હેઠળ ભરણપોષણ માટે અરજી દાખલ કરી શકે છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જૉર્જ મસીહએ અલગ અલગ ર્નિણય સંભળાવ્યો પરંતુ બંન્નેની વાત એક જ હતી.

અનેક કેસમાં તલાક થયેલી મહિલાઓને ભરણપોષણ મળતું નથી.અથવા મળે તો પણ ઇદ્દતના સમયગાળા સુધી. ઇદ્દત એક ઇસ્લામિક પરંપરા છે. આ મુજબ જાે કોઈ મહિલાને તેના પતિ દ્વારા છૂટાછેડા આપવામાં આવે છે અથવા મહિલા તેના પતિને તલાક આપે છે કે પછી તેનું મોત થઈ જાય છે. તો મહિલા ઈદ્દતના સમયસુધી બીજા લગ્ન કરી શકતી નથી. ઈદ્દતનો સમય પૂર્ણ થયા બાદ મુસ્લિમ મહિલા બીજા લગ્ન કરી શકે છે. જાે કે, એપ્રિલ ૨૦૨૨માં અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસ પર તેના ર્નિણયમાં કહ્યું હતું કે છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલા ઇદ્દતના સમયગાળા પછી પણ ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે અને જ્યાં સુધી તે ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી તેને આ ભથ્થું મળતું રહેશે. ફેમિલી કોર્ટના આ આદેશને તેલંગાણા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે પક્ષકારોએ મુસ્લિમ પર્સનલ લો મુજબ વર્ષ ૨૦૧૭માં છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલાને ભરણપોષણ માટે તેની કલમ ૧૨૫ ઝ્રિઁઝ્ર અરજી માટે હકદાર ગણવામાં આવી હતી.

Follow Me:

Related Posts