ભાવનગર

મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના સ્થાપક ડો ઈંદ્રિશકુમાર ના ૭૬ માં જન્મદિન ની મનોદિવ્યાંગો આશ્રમ ખાતે ઉજવણી કરતા પ્રદેશ અગ્રણી ઇકબલભાઈ ડેરૈયા

પાલીતાણા  મુસ્લીમ રાષ્ટ્રિય મંચ ના સ્થાપક સામાજિક સંવાદિતા ના હિમાયતી આદરણીય ડો ઈંદ્રિશકુમાર  સાહેબ ના ૭૫ માં જન્મ દિન ની ઉજવણી આજરોજ પાલીતાણા ના આદપર ખાતે આવેલ અતિ ગંભીર મનોદિવ્યાંગો ના આશ્રય સ્થાન માનવ મંદિર પર જઈ ને ગુજરાત પ્રદેશ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના અગ્રણી ઇકબાલભાઈ ડેરૈયા દ્વારા કરાય માનવ મંદિર માં આશ્રિત મંદબુદ્ધિ ના 40 બહેનો 20 ભાઈઓ ને 10 બાળકો ને ગાય ના દૂધના પેંડા અને ભરપેટ ભોજન કરાવી ને કરી ઉજવણી કરાય મનોદિવ્યાંગો નું લાલન પાલન કરતા ભીખાભાઈ અને તેના પરિવાર ની માનવ સેવા થી પ્રભાવિત ઇકબાલભાઈ ડેરૈયા એ પાલીતાણા ના આદપર ખાતે સામાજિક રીતે તરછોડાયેલા ભાઈઓ બહેનો અને બાળકો ને કુદરત સહજ જીવન તરફ દોરી સમાજ માં પુનઃ સ્થાપિત કરી અદભુત માનવ સેવા થી ખુશી વ્યક્ત કરી માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરી રાષ્ટ્રીય મુસ્લિમ મંચ મોભી ડો ઈંદ્રિશકુમાર ના ૭૫ માં જન્મ દિન ની ઉજવણી કરી માનવતા નો સુંદર સદેશ આપ્યો હતો 

Related Posts