fbpx
રાષ્ટ્રીય

મુસ્લિમ વિદ્યાર્થિનીઓને રાહત, વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને પરીક્ષા આપશે, સરકારનો ર્નિણય

કર્ણાટક સરકારે હિજાબને લઈને મોટો ર્નિણય લીધો છે. સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની છૂટ આપી છે. સરકારના આ ર્નિણય બાદ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને પરીક્ષા આપી શકશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્યના શિક્ષણ મંત્રી એમસી સુધાકરે હિજાબ મુદ્દે સમીક્ષા બેઠક યોજી હતી. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીનીઓને પરીક્ષા દરમિયાન હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવે.. આ મામલે શિક્ષણ મંત્રી એમસી સુધાકરનું કહેવું છે કે કેટલાક લોકો હિજાબને લઈને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે,

આ લોકો પરીક્ષામાં હિજાબ પહેરવા પર વાંધો ઉઠાવીને વાતાવરણને બગાડવાની સાથે જ ભ્રમ પેદા કરવા માંગે છે. વધુમાં, શિક્ષણ મંત્રીએ કહ્યું કે સરકારે તમામ લોકોની સ્વતંત્રતાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લીધો છે. તેમણે કહ્યું કે દ્ગઈઈ્‌ પરીક્ષામાં પણ હિજાબ પહેરીને પેપર આપવાની છૂટ છે. કોઈપણ વ્યક્તિ પોતાની પસંદગીના કપડાં પહેરીને પરીક્ષા આપી શકે છે. તેના પર કોઈપણ પ્રકારનું પ્રતિબંધ રહેશે નહીં..

ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં હિજાબ પહેરવાને લઈને ઘણો હોબાળો થયો હતો. ૨૦૨૨ માં, વહીવટીતંત્રે ઉડુપી જિલ્લાની ઁેં સરકારી કોલેજમાં વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેને કોલેજમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. આ મામલે ભારે હોબાળો થયો હતો. કોલેજના ર્નિણય સામે વિદ્યાર્થિનીઓએ કોલેજની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.. કોલેજના આ ર્નિણયને વેગ મળ્યો. ઉડુપીની ઘણી કોલેજાેમાં વિદ્યાર્થીઓ ભગવા રંગના સ્કાર્ફ ગળામાં લપેટીને બહાર નીકળવા લાગ્યા. ધીરે ધીરે આ મુદ્દો કર્ણાટકના અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગયો. જેના કારણે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો.આ મામલે કર્ણાટકનું રાજકારણ પણ ગરમાયું હતું.

Follow Me:

Related Posts