મૂળીના સરલા ગામના યુવાનના આત્મહત્યાના બનાવમાં આરોપી યુવતિની કરાઈ ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામે રહેતા અમિત દેવજીભાઇ બાવળિયાને જામખંભાળીયાના એક ગામે રહેતી પરીણિત યુવતી સાથે સોશિયલ મીડિયા થકી પરિચય થયા બાદ બન્ને મૈત્રી કરાર કરી રહેતા હતા. પરંતુ ૨ દિવસ પહેલાં યુવતી અમિતને છોડીને તેનાં પતિ પાસે જતી રહેતા અમિતને લાગી આવ્યું હતું. જેથી તેણે સવારે મૂળી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં વૃક્ષ સાથે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જેથી પોલીસ બેડાની સાથે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. મૂળી પોલીસે તપાસ કરતા સુસાઇટ નોટ મળી હતી.
જેમાં યુવતીના કારણે જ યુવકે આત્મહત્યા કરી હોવાનું તેમજ તેના પિતાનો જીવ પણ યુવતીનાં કારણે ગયો હોવાનું જણાવી તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવા ઉલ્લેખ કરાયો હતો. આ મામલે મૃતકના ભાઇ સહિત સગાઓ દ્વારા યુવતી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માગ કરાઇ હતી. પોલીસે હિરલ સામે ગુનો દાખલ કરી ગણતરીની કલાકોમાં તેની ધરપકડ કરી જેલ હવાલે કરી હતી.
Recent Comments