ભાવનગર

મૃત્તક પરિણીતાના ભાઈએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

પાલીતાણા તાલુકાના હાથસણી ગામે પરિણીતાએ તેના પતિ, સસરા, જેઠ-જેઠાણી, નણંદ-નણદોઈના ત્રાસ અને મેણા ટોણાથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ સંદર્ભે મૃતક પરિણીતાના ભાઈએ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમે દસ ભાઈઓ બહેનો છીએ, ગત તારીખ ૧૪/૬/૨૦૨૨ ના રોજ મને ફોન આવેલો કે. મારી નાની બહેન કિરણ દવા પી ગઈ છે. એટલે અમે તરત જ તેના સાસરે હાથસણી ગામે પહોંચ્યા ત્યાં તેના રૂમમાં જ લાશ પડી હતી. મે અને મારી પત્નીએ રૂમમાં જઇને બારીકાઇથી જાેયું ત્યારે ખબર પડી કે મારી બહેને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે, મારી બહેન છેલ્લા છ માસથી પિયર આવતી ત્યારે કહેતી હતી કે, મારા પતિ અને સસરિયા ખુબ ત્રાસ આપે છે.

આ અંગે મરણ જનારના મોટાભાઈ નવઘણ વિકાણીએ બહેનના સાસરિયા પક્ષના નણંદ ચકુ રાજુ સાથળીયા, નણંદનો પતિ રાજુ સાથળીયા (બંને રહે. નિગાળા) આ બંનેની ચડામણીથી પતિ સામંત વાઘેલા, સસરા ગોરધન વાઘેલા, જેઠ રમેશ વાઘેલા અને જેઠાણી વર્ષા રમેશ વાઘેલાએ દરરોજ બોલાચાલી કરી તું દહેજમાં કંઈ લાવી નથી તેમ કહી મ્હેણા ટોણા મારતા હતા. આમ, મારી બહેનને ત્રાસ સહન ન થતા પોતે જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી આ તમામ ૬ વિરુદ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસંધાને પાલીતાણા રૂરલ પોલીસે તમામ સાસરિયાઓ સામે આઇપીસી ૩૦૬, ૪૯૮(ક), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts