મેંદરડા ના સમઠીયાળા રોડ ઉપર શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા છેલ્લા પાંચ વર્ષ થી કાર્યરત છે સંસ્થા ના વિશાળ સંકુલ માં પ્રાકૃતિક વાતાવરણ માં હાલ ૨૧ જેટલા બાળકો નું લાલન પાલન કાયમી સુંદર રીતે ચાલે છે સંસ્થા માં આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો પોતા ની દૈનિક ક્રિયા ઓનું પણ જ્ઞાન ભાન ન ધરાવતા હોય તેવા અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ને સમાજ ની રહેમ નજર અને લાગણી અને ઉદારદિલ દાતા ઓના સહયોગ થી નિર્વાહ ચાલવતી સંસ્થા કોઈ પણ પ્રકાર ની ફી શુલ્ક વસૂલવા માં આવતી નથી તાજેતર માં જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી હિરેનભાઈ દેવાણદભાઈ સોલંકી મારફતે સસરા દેવાયતભાઈ નાથાભાઈ બેરિયાના હસ્તે સ્વ નાથાભાઈ દેવાણદભાઈ બેરિયા ની પુણ્યસ્મૃતિ માં ૨૫૦૦૦ ના કબાટ નું દાન અર્પણ કર્યું આ તકે સંસ્થા ના સંચાલક કોશિકભાઈ જોશી અને સર્વ ટ્રસ્ટી ઓ દ્વારા આ પ્રેરણાત્મક પરમાર્થ કરનાર દાતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો
મેંદરડા અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ને સંસ્થા શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ ને સ્વ નાથાભાઈ દેવાણદભાઈ બેરિયા ની પુણ્યસ્મૃતિ માં ૨૫૦૦૦ નું અનુદાન

Recent Comments