સૌરાષ્ટ - કચ્છ

મેંદરડા ગીર નજીક ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલમાં દરોડા

મેંદરડા તાલુકાના હરિપુર નજીક નવા બની રહેલા રીસોર્ટ-ફાર્મ હાઉસમાં અમુક લોકો દારૂની મહેફીલ માણતા હોવાની બાતમી મળતા મેંદરડા પોલીસનો સ્ટાફ સ્થળ પર દરોડો પાડવા પહોંચી હતી. ત્યારે પોલીસને સ્થળ પર પહોંચીને મોબાઈલમાં ગીત ચાલુ કરી પાંચ શખ્સો ડાન્સ કરી રહ્યા હોવાનો નજારો જાેવા મળ્યો હતો. આ પાંચ શખ્સોમાં હિતેષ ગોરધન પોહાણી, દિનેશ મેરામણ, વિજય ગોરધન કપુરીયા, ભરત પ્રવિણ રેણુકા અને ચિંતન ગિરીશ પંડ્યાને નશો કરેલી હાલતમાં ગીતો પર ડાન્સ કરતા ઝડપી લીધા હતા. પોલીસને સ્થળ પરથી અડધા લિટર જેટલો દારૂ અને નમકીનના પેકેટ મળી આવ્યા હતા.

જેથી દારૂ અંગે શખ્સોની પૂછપરછ કરતા દારૂ તાલાલાનો આશિષ ઉર્ફે લાલો ખીમા વૈષ્ણવ આપી ગયો હોવાનું તેમણે જણાવ્યું હતું. સ્થળ પરથી પોલીસને અડધી ઈંગ્લીશ દારૂની બે બોટલો તથા એક કાર અને ૪ મોબાઈલ મળીને કુલ રૂ. ૨.૧૨ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી આ મામલે પોલીસે રાજકોટના પાંચેય શખ્સો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ જિલ્લાના મેંદરડા ગીર તાલુકાના હિરપુર ગામ નજીક નવા બની રહેલા ફાર્મહાઉસમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દારૂની મહેફીલ માણતા રાજકોટના પાંચ શખ્સને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડો પાડવા પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે પાંચેય શખ્સો નશો કરેલી હાલતમાં મોબાઈલમાં ગીત વગાડતા વગાડતા ડાન્સ કરતા હતા.

Related Posts