સૌરાષ્ટ - કચ્છ

મેંદરડા બાઇપાસ રોડ ઉપર ગેરકાયદેસર રીતે ઝાડા કાપવામાં આવતા વિરોધ કરાયો

મેંદરડા શહેરના બાયપાસ રોડ પર આવેલ વર્ષો જૂનું વૃક્ષ કાપી નાખવામાં આવતા સ્થાનિક જાગૃત નાગરિક ગૌરવભાઈ જોશી દ્વારા વિરોધ કરવામાં આવ્યો આમ તો કોઈ પણ વૃક્ષ કાપવા માટે વનવિભાગની પરવાનગી લેવી એવો નિયમ છે પરંતુ અહીં તો નિયમોનો ઉલાળીયો કરી એક વ્યક્તિએ પોતાના અંગત ફાયદા માટે બાયપાસ મેઇન રોડ પર વર્ષો જૂનું વૃક્ષ કટિંગ કરી નાખતા ભારે રોષ ફેલાયો છે આ વૃક્ષ ઘણા લોકો માટે છાયું તેમજ પક્ષીઓ માટે રહેવાનું ઘર હતું ત્યારે અહીં એક વેપારી દ્વારા હોટલ બનાવવામાં આવી રહી હોય ત્યારે આ હોટલના નિર્માણમાં આ વૃક્ષ નડતરરૂપ હોય ત્યારે પોતાના અંગત ફાયદા માટે વર્ષો જૂનું વૃક્ષ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ ઘટનાની જાણ સ્થાનિક રહેવાસી ગૌરવ ભાઈ જોશી જાગૃત નાગરિક થતા સ્થળ પર પહોંચી અને હોટલ માલિક અને પ્રશ્ન પણ પૂછવામાં આવ્યું હતું કે તમને આ વૃક્ષ કાપવા માટેની પરવાનગી છે કે નહીં તો કોઈ પણ જવાબ મળ્યો ન હતો આ રીતે ગેરકાયદેસર રીતે વૃક્ષોનું કટિંગ કરવામાં આવતા વિરોધ કરાયો

Follow Me:

Related Posts