બોલિવૂડ

મેં આવી ઘણી મસાલા ફિલ્મો કરી છે ઃ મિથુન ચક્રવર્તી

હવે તાજેતરની ચેટ દરમિયાન મિથુને ઇન્ડસ્ટ્રીમાં આવેલા ફેરફારો વિશે વાત કરી છે. આ સિવાય તેણે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. મિથુને જણાવ્યું હતું કે, અત્યાર સુધી ૩૭૦ ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. જ્યારે મિથુનને પૂછવામાં આવ્યું કે આટલી બધી ફિલ્મોમાં કામ કર્યા પછી જ્યારે લોકો કહે છે કે તે ર્ં્‌્‌ ડેબ્યૂ કરી રહ્યો છે ત્યારે તેને અજુગતું નથી લાગતું. આના પર મિથુન પહેલા હસે છે અને પછી કહે છે કે મને સમજાતું નથી કે ડેબ્યુ ક્યાં છે કે ડિજિટલ ડેબ્યુ. મેં એક એક્ટર તરીકે એક પ્રોજેક્ટમાં કામ કર્યું છે. મને કંઈ અલગ ન લાગ્યું. પ્લેટફોર્મ અલગ હોઈ શકે છે, પરંતુ મને સમજાતું નથી કે તેમાં ડેબ્યુ કરવાનો શું અર્થ છે.

મને એમાં કંઈ અલગ નથી લાગતું. મિથુનને ફરીથી પૂછવામાં આવ્યું કે શું તે આવા વધુ શો કરશે તો તેણે કહ્યું, હા કેમ નહીં. જાે રોલ સારો હશે અને પૈસા પણ સારા હશે તો હું ચોક્કસ કરીશ. શોમાં મારા છઝ્રઁ લોકેશનું પાત્ર તદ્દન અલગ છે. મેં હજુ સુધી આવું પોલીસ પાત્ર ભજવ્યું નથી. આ પાત્રના ઘણા શેડ્‌સ છે. તપાસ દરમિયાન તે અચાનક જલેબી વિશે વાત કરવા લાગે છે. પરંતુ આ બધી વાતો કરતી વખતે તેના મગજમાં માત્ર કેસની વાત જ ચાલી રહી છે. તે માત્ર સત્ય બહાર કાઢે છે. મિથુને વર્ષ ૧૯૭૬માં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ત્યારપછી ઈન્ડસ્ટ્રીમાં આવેલા બદલાવ અંગે મિથુને કહ્યું કે, હવે માનવીય મૂલ્યો લુપ્ત થઈ રહ્યા છે. આ બધાનું કારણ સોશિયલ મીડિયા છે. જાે કે સોશિયલ મીડિયા એક સારી શોધ છે, પરંતુ તેની નકારાત્મક અસરો પણ છે. પહેલા શૂટ પછી અમે બધા સાથે બેસીને વાતો કરતા અને જમતા.

હવે અમે અમારી વેનિટી વાનમાં બેસીએ છીએ અને એકબીજાને ટેક્સ્ટ કરીએ છીએ કે તમે કેમ છો? પહેલાની જેમ કો-સ્ટાર્સ સાથે વાત નથી કરતા. ફિલ્મોની સ્ટોરીલાઈન અંગે મિથુને કહ્યું કે ભલે ટેકનિકલી રીતે આપણે આગળ આવ્યા છીએ પણ સ્ટોરીલાઈન એક જ છે. ત્યારબાદ ફિલ્મ પુષ્પા ધ રાઇઝ વિશે વાત કરતા મિથુને કહ્યું કે, અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા જ જુઓ. તે સિંગલ સ્ક્રીન ફિલ્મ છે. આટલી મોટી હિટ કેવી રીતે બની? કારણ કે લોકો તેની સાથે સંબંધ બાંધવા સક્ષમ છે. અલ્લુ અર્જુન એક સુપરસ્ટાર છે અને તેના સ્ટારડમનો પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેં ૮૦ અને ૯૦ના દાયકામાં પણ આવી ફિલ્મો કરી છે. બાય ધ વે મિથુને એમ પણ કહ્યું કે અલ્લુ તેનો ફેવરિટ એક્ટર છે.

Related Posts