બોલિવૂડ

મેકર્સે ૬૦ કરોડ ખર્ચી એવી જાેરદાર ફિલ્મ બનાવી કે આ એક્ટર રાતોરાત સુપરસ્ટાર બન્યો

બોલિવૂડનો ફેમસ એક્ટર શાહિદ કપૂર પાછલા ૨૦ વર્ષથી ફિલ્મોમાં એક્ટિવ છે અને સતત પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોનું દિલ જીતતો આવી રહ્યો છે. આમ તો શાહિદનો ફિલ્મી કરિયર ગ્રાફ વધુ સારો નથી રહ્યો, હિટ કરતાં ફ્લોપ ફિલ્મો તેના ખાતામાં વધુ જાેવા મળે છે. પોતાની પહેલી ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’ બાદથી જ શાહિદે ૩ વર્ષ સુધી ફક્ત ફ્લોપ ફિલ્મોથી કામ ચલાવવું પડ્યું હતું. બોક્સ ઓફિસ ઇન્ડિયાના આંકડા અનુસાર, તે બાદ શાહિદે પોતાના કરિયરની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘વિવાહ’ આપી હતી.

જેણે રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. જાે કે આ બ્લોકબસ્ટર ફિલ્મ પછી પણ શાહિદના હાથે ફક્ત નિરાશા જ લાગી, કારણ કે ‘વિવાહ’ બાદ પણ તેનું કરિયર ડાઉન થતું ગયું ,પરંતુ તેણે હાર ન માની અને સતત ફિલ્મો કરતો ગયો અને આખરે તેની મહેનત રંગ લાવી. વર્ષ ૨૦૧૯માં સિંગલ લીડ એક્ટર રૂપે તેની એક ફિલ્મ રિલીઝ થઇ, જેનું નામ હતું ‘કબીર સિંહ’. આ ફિલ્મે તેને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો. શાહિદ જે ફિલ્મ રાહ જાેઇ રહ્યો હતો, તે ફિલ્મ કબીર સિંહ હતી. આ ફિલ્મથી શાહિદને તે સ્ટારડમ મળ્યું, તેની તે વર્ષોથી રાહ જાેઇ રહ્યો હતો. આ ફિલ્મે શાહિદના કરિયરના ગ્રાફને હાઇ કર્યો અને આ ફિલ્મ દ્વારા મેકર્સને પણ ઘણો નફો થયો. વિકીપીડિયાના આંકડા અનુસાર, આ ફિલ્મ બનાવવામાં મેકર્સે ફક્ત ૬૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતાં પરંતુ તેની ટોટલ વર્લ્ડવાઇડ કમાણીએ મેકર્સને માલામાલ કરી નાંખ્યા હતાં. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કુલ કમાણી ૩૭૯ કરોડ રૂપિયા હતી.

આ ફિલ્મ પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને જાેતજાેતામાં શાહિદ કપૂર બોક્સ ઓફિસ પર છવાઇ ગયો હતો. વર્ષ ૨૦૧૯ની આ ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી સુપર બ્લોકબસ્ટર ફિલ્મ બની હતી. કબીર સિંહ એક રોમેન્ટકિ ડ્રામા ફિલ્મ હતી, જે સંદીપ રેડ્ડી વાંગાએ લખી અને ડાયરેક્ટ કરી હતી. ટી-સીરીઝ ફિલ્મ્સ અંતર્ગત ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર તથા સિને ૧ સ્ટુડિયો અંતર્ગત મુરાદ ખેતાની અને અશ્વિન વર્દે દ્વારા સંયુક્ત રૂપે નિર્મિત હતી. આ વાંગાની પોતાની તેલુગુ ફિલ્મ અર્જૂન રેડ્ડી (૨૦૧૭)ની રિમેક હતી. જેમાં શાહિદ કપૂર એક સર્જનના રોલમાં હતો અને તેની સાથે તેની ગર્લફ્રેન્ડ પ્રીતિના રોલમાં કિયારા અડવાણી હતી.

Related Posts