fbpx
રાષ્ટ્રીય

મેક્સિકોના જંગલમાંથી મળી માનવ શરીરના અંગોથી ભરેલી ૪૫ બેગ

મેક્સિકોમાં માનવ શરીરના અંગોથી ભરેલી ૪૫ બેગ મળી આવી છે. ઘટના ૧ જૂન એટલે કે ગુરુવારની છે. વાસ્તવમાં પોલીસ ૭ લોકોને શોધી રહી હતી જેઓ એક અઠવાડિયા પહેલા અચાનક ગાયબ થઈ ગયા હતા. દરમિયાન પોલીસને ૪૫ બેગ મળી આવી હતી જેમાં માનવ શરીરના ટુકડા ભરેલા હતા. રિપોર્ટ્‌સ અનુસાર, પોલીસ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બેગમાં કેટલા લોકોના મૃતદેહ છે. અહેવાલો અનુસાર, આ બેગ પશ્ચિમી મેક્સીકન શહેર ગુઆડાલજારાના ઉપનગર મિરાડોર ડેલ બોસ્કમાં સ્થિત એક જંગલ નજીકથી મળી આવી હતી. જાે કે, આ મૃતદેહ તે ૭ લોકોના છે કે જેની પોલીસ તપાસ કરી રહી હતી તે અંગે કોઈ માહિતી નથી. જેલિસ્કો સ્ટેટ પ્રોસીક્યુટર ઓફિસે જણાવ્યું હતું કે બેગમાંથી મળેલા શરીરના અંગો સાત ગુમ થયેલા લોકોના છે કે કેમ તે સ્પષ્ટ નથી, જાેકે તેઓ તેમની શોધ ચાલુ રાખશે. આપને જણાવી દઈએ કે, મેક્સિકો સત્તાવાળાઓ દ્વારા જે ૭ યુવાનોની શોધ કરવામાં આવી રહી છે, તેઓ એક કોલ સેન્ટરમાં કામ કરતા હતા અને એક અઠવાડિયા પહેલા અચાનક ગાયબ થઈ ગયા હતા. બેગ વિશે માહિતી આપતા, જેલિસ્કો સ્ટેટ પ્રોસીક્યુટરે જણાવ્યું હતું કે આ બેગ પહોંચવામાં મુશ્કેલ વિસ્તારમાં ૪૦ મીટરની ઊંડાઈમાંથી મળી આવી હતી. આ માટે હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે જગ્યાએથી આ બેગ મળી આવી છે તેની પણ તપાસ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે તેમને આ વિસ્તારમાં મૃતદેહોના ટુકડાઓથી ભરેલી બેગ હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મંગળવારે અગાઉ એક બેગ મળી આવી હતી. વધુ તપાસમાં બીજા જ દિવસે આવી જ ડઝનબંધ બેગ મળી આવી હતી. આ મૃતદેહો મહિલા અને પુરૂષ બંનેના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Follow Me:

Related Posts