fbpx
ગુજરાત

મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવાનો માર્ગ મોકળો:મેગા ટેક્સટાઈલ પાર્કની પ્લાનિંગ ટીમે ભરૂચ અને સુરતમાં જગ્યા પસંદ કરી

પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેકસટાઈલ રીજિયન એન્ક અપર્રેરલ (પિએમ-મિત્ર) પાર્ક યોજના હેઠળ ભારતનાં પ્રથમ વિશાળ પાર્ક સુરત અથવા ભરૂચના ટેકસટાઈલ હબની પાસે બનવાની સંભાવના છે. ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમ (ય્ૈંડ્ઢઝ્ર) પ્રસ્તાપિત પાર્ક માટે ૧ હજાર એકરથી વધુ જમીનને આખરી સ્વરૂપ આપવાનો ર્નિણય અંતિમ તબકકે છે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે મેગા ઈન્ટીગ્રેટેડ ટેકસટાઈલ્સ પ્રદેશો અને એપરેલ પાર્કની જગ્યાઓ સ્પર્ધાત્મક પસંદગી દ્વારા જ નકકી કરવામાં આવશે. રાજ્ય સરકારને પુરો ભરોસો છે કે રાજયને ભારતનો સૌ પ્રથમ પીએમ મિત્ર પાર્ક મળશે જ કારણ કે તે કાપડ ઉત્પાદનમાં અને વેપારમાં અગ્રેસર છે. પાર્ક માટે ઓછામાં ઓછી ૧૦૦૦ એકર જમીનની જરૂર છે. આ બાબતે મળતી માહીતી મુજબ, ય્ૈંડ્ઢઝ્રએ નવસારી, ભરૂચ અને સુરત જીલ્લામાં જમીન જાેઈ છે.પ્લાનીંગ ટીમે ભરૂચનાં ચાર વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં ખાનપુર-દેહ (૮૧૧૨ હેકટર) ઉબેર (૧૦૦૦ હેકટર), માલપુર (૧૯૯ હેકટર) અને બરેલી (૬૨૨ હેકટર) ખાતે જમીન જાેઈ હતી. ઉપરાંત સુરત અને નવસારીમાં પણ અન્ય સ્થળો જાેવામાં આવી રહ્યા છે. આ યોજના એક જ સ્થળે એક સંકલીત ટેકસટાઈલ વેલ્યુ ચેઈન બનાવવાની તક આપશે. જે તમામ વ્યવાસાયીક પાસાઓ સ્પીનીંગ વેવીંગ, પ્રોસેસીંગ, ડાઈવ, પ્રિન્ટીંગ, ગારમેન્ટ મેન્યુ ફેકચરીંગ ફેલાયેલી છે. સામાન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ગ્રીનફીલ્ડ પીએમ મિત્ર પ્રોજેકટને રૂા.૫૦૦ કરોડનો મહતમ સહાય (ડ્ઢઝ્રજી) અપાશે તો બ્રાઉનફીલ્ડ પ્રોજેકટને ૨૦૦ કરોડ અપાશે. કાપડ ઉત્પાદન એકમોની વહેલી સ્થાપના માટે દરેક પાર્કને રૂા.૩૦૦ કરોડની સહાય અપાશે. આમ પીએમ મિત્ર યોજનાના પાર્કમાં ૨૦ હજાર કરોડથી વધુનુ રોકાણ અપેક્ષીત છે.છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ગુજરાતમાં અનેક મોટા પ્રોજેક્ટની સ્થાપના થઈ છે.રાજ્યમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવાનું પ્લાનિંગ પણ શરૂ કરી દેવાયું છે. જેમાં ભરૂચ, સુરત અને નવસારી પૈકી એક સ્થળની આ માટે પંસદગી થઈ શકે છે. કેન્દ્ર સરકાર કાપડ ઉદ્યોગના વિકાસ માટે પીએમ-મિત્રા યોજનાને મંજૂરી આપતા જ ગુજરાતમાં પણ મેગા ટેક્સટાઇલ પાર્કની સ્થાપનાનો માર્ગ મોકળો બન્યો છે. આ સ્કીમ હેઠળ દેશમાં સાત ટેક્સટાઇલ મેગા પાર્ક માટે આગામી પાંચ વર્ષમાં લગભગ રૂ. ૪૪૪૫ કરોડનો ખર્ચ કરવાની યોજના છે.

Follow Me:

Related Posts