મેગા બ્લોકબસ્ટર’નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. છેલ્લા ઘણાં સમયથી લોકો આ ટ્રેલરની રાહ જાેઇને બેઠા હતા. જાે કે હવે આતુરતાનો અંત આવી ગયો છે. કપિલ શર્મા અને દિપીકા પાદુકોણે થોડા દિવસો પહેલા જ એમના આગામી પ્રોજેક્ટનું એનાઉન્સ કર્યુ હતુ જે છે ‘મેગા બ્લોકબસ્ટર’. જાે કે આ વિશેની જાહેરાત થતા જ અનેક લોકો વિચારમાં પડી ગયા હતા કે આખરે આ શું છે? આમ, તમારા આ પ્રશ્નોનો જવાબ હવે તમને મળી ગયો છે. તમને જણાવી દઇએ કે મેગા બ્લોકબસ્ટર કોઇ ફિલ્મ કે સિરીઝ નથી, પરંતુ આ એક ઓનલાઇન શોપિંગ એપનું એડ કેમ્પેઇન છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ મેગા બ્લોકબસ્ટરને લઇને અનેક ઘણી ચર્ચાઓ ચારેબાજુ ચાલી હતી. આ સાથે જ કપિલ અને દિપીકાના અનેક ફેન્સ ટ્રેલરની રાહ જાેઇને બેઠા હતા. પરંતુ ક્યારેક-ક્યારેક આપણે જે વિચારીએ છીએ એ ખોટુ હોય છે એની આ સાબિતી છે.
જાે કે આ વિશે અનેક ફેન્સ વિચારી રહ્યા હતા કે, મેગા બ્લોકબસ્ટર કોઇ ફિલ્મ અથવા તો કોઇ સિરીઝ હશે. પરંતુ આ તો બધા કરતા કંઇક અલગ જ થયું. આ બધા સેલેબ્સ મીશો એપ માટે સાથે આવ્યા છે. ટ્રેલરમાં તમે જાેઇ શકો છો કે કોમેડિયન કપિલ શર્મા, સૌરવ ગાંગુલી, રોહિત શર્મા, રણવીર સિંહ જેવા અનેક કલાકારો મીશો મેગા બ્લોકબસ્ટર સેલના વિશે જણાવી રહ્યા છે. રણવીરે આ ટ્રેલર શેર કરતા લખ્યું છે કે, મીશોનું મેગા બ્લોકબસ્ટર સેલ! ફેન્સ તમને જણાવી દઇએ કે, આ એક જાેરદાર ક્રિએટિવ એડ કહી શકાય. માનવામાં આવે છે કે, આ પહેલા ક્યારે પણ આવી ક્રિએટિવ એડ આવી નથી જેમાં આ બધા સ્ટાર્સ એક સાથે જાેવા મળ્યા હોય. બોલિવૂડ, કોમેડી અને ક્રિકેટની દુનિયાના ફેમસ લોકો તમને આ એડમાં એક સાથે દેખાઇ રહ્યા છે.
Recent Comments