મેઘજી પેથરાજ સાર્વજનિક કુમાર છાત્રાલય ના નવીનીકરણ કરેલ બિલ્ડિંગ ની અર્પણ વિધિ સંપન્ન થઈ…
તા.11/1/24,ગુરુવાર ના રોજ વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત મેઘજી પેથરાજ સાર્વજનિક કુમાર છાત્રાલય ના નવીનીકરણ તથા આધુનિકરણ કરેલ બિલ્ડીંગની અર્પણ વિધિ સમારોહ યોજવામાં આવેલ. સમારોહની શરૂઆતમાં વિનુભાઈ રાવળ (ટ્રસ્ટી) એ પ્રાસંગિક ઉદબોધન કરી મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા પરિચય આપેલ. બિલ્ડીંગ અર્પણ વિધિ ના ઉદઘાટક નટવર ગાંધી (સાવરકુંડલા વાસી,ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ તેમજ USA ની સરકારના પૂર્વ અધિકારી) ના વરદ હસ્તે તથા ભરતભાઈ શાહ (મુંબઈ)ની વિશેષ ઉપસ્થિતિમાં આ નવીનીકરણ કરેલ બિલ્ડીંગ ખુલ્લું મૂકવામાં આવેલ.
અનિલભાઈ રૂપારેલ (ટ્રસ્ટી) એ પ્રસંગોચિત વક્તવ્યમાં દાતા પરિવાર હૃદયસ્થ પ.પૂ.વિમળાબાઈ સ્વામી ના ચુસ્ત અનુયાયી શ્રીમતી રીટાબેન કિરીટભાઈ મગિયા – અમિતભાઈ મગિયા પરિવાર તરફથી ખૂબ મોટું આર્થિક યોગદાન પૂરું પાડી સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે,તે મગિયા પરિવારના સહયોગથી પુનઃ સ્થાપિત થયેલ છાત્રાલય વર્ષો સુધી તેમની આ આર્થિક સેવા ને યાદ કરશે તે વાત કરેલ. ચંદ્રિકાબેન ઘેલાણી (પ્રમુખ) એ આ બિલ્ડીંગ વિદ્યાર્થીઓના વિદ્યાભ્યાસ તેમજ સગવડોમાં કઈ રીતે વધારો કરશે તેની વિસ્તૃત વાત કરેલ.
આ કાર્યક્રમમાં રતિલાલ બોરીસાગર, હરેશભાઈ મહેતા,મુકુન્દભાઈ નાગ્રેચા (ઉપપ્રમુખ),કનુભાઈ ગેડીયા (ટ્રસ્ટી) તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહેલ.કાર્યક્રમના અંતે જયંતીભાઈ વાટલીયા (મેનેજિંગ ટ્રસ્ટી) એ દેશ વિદેશથી પધારેલ તમામ મહાનુભાવો ને ઉપસ્થિત રહેવા બદલ તેમનો આભાર વ્યક્ત કરેલ. અત્રે ઉલ્લેખનીય છે કે ઈ.સ.1956 માં ગાંધીજીની પ્રેરણાથી પુણ્ય શ્લોક લલ્લુભાઈ શેઠના પ્રયત્નો થી શરૂ થયેલ આ છાત્રાલય આદર્શ સંસ્થા તરીકે સૌરાષ્ટ્રના પછાત વર્ગના બાળકો માટે કાર્યરત છે, જે બિલ્ડીંગ 68 વર્ષ જૂનું અત્યંત જર્જરીત થયેલ જેને મગિયા પરિવાર દ્વારા ખૂબ મોટું આર્થિક યોગદાન પૂરું પાડી તેનું નવીનીકરણ કરેલ છે, જે સાવરકુંડલા માટે ગૌરવ રૂપ બાબત ગણાય.
Recent Comments