fbpx
રાષ્ટ્રીય

મેઘમહેર મેઘકહેરમાં ફેરવાઈ ગઈ, નદીઓ ગાંડીતૂર બની

અનરાધાર વરસાદે મેદાની પ્રદેશોના ૩ રાજ્યોમાં જનજીવન પર બ્રેક મારી દીધી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પહાડો પર આફતનો વરસાદ વરસી રહ્યો છે તો મેદાની વિસ્તારોમાં પણ હવે મેઘમહેર મેઘકહેરમાં ફેરવાઈ ગઈ છે. કેમ કે અનરાધાર વરસાદના કારણે ૩ રાજ્યમાં નદીઓ ગાંડીતૂર બની છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવું એટલા માટે કહી શકાય કેમ કે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ભારે વરસાદ લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે તો, મેદાની પ્રદેશોના ૩ રાજ્યોમાં પણ અનરાધાર વરસાદે જનજીવન પર બ્રેક મારી દીધી છે જેમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

સૌથી પહેલાં વાત કરીશું છત્તીસગઢની અહીંયા ધારચુલા ડેમ વિસ્તારના ગણેશપુર ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ૨૦૦ જેટલાં પરિવારોને ભારે અસર થઈ છે. જાેકે જીડ્ઢઇહ્લ અને દ્ગડ્ઢઇહ્લની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તમામ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કર્યુ અને તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. આ તરફ મધ્ય પ્રદેશના ભોપાલમાં પણ વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદના કારણે વારણા નદી બેકાંઠે વહી રહી છે. નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. જેના કારણે લોકોને નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક તંત્રના અધિકારીઓએ નદીકાંઠા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.

આ તરફ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં થઈ રહેલા સતત વરસાદથી હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદીનું વિકરાળ રૂપ જાેઈને લોકો ડરી ગયા છે. દ્રઋષિકેશમાં ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જેના કારણે લોકોને સ્થાનિક પ્રશાસને દૂર રહેવાનું અલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે જુલાઈમાં ૧૧૦ ટકા વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે હાલમાં મેઘરાજા તમામ રાજ્યોમાં મન મૂકીને વરસી રહ્યા છે જેના કારણે તે રાજ્યોમાં અનરાધાર પાણી પડશે અને તે લોકોની મુસીબત વધારશે. જેનો સામનો કરવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે.

Follow Me:

Related Posts