મેઘરજના વિસ્તરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી પર ૧૦ લોકોએ હુમલો કર્યો
આજકાલ સરકારી હોય કે બિન સરકારી કર્મચારીઓ તેમના માટે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવવી જાણે જાેખમી થઈ ગયું છે. ત્યારે મેઘરજના ડામોર ડુંઢા ગામે આરએફઓ અધિકારી પર હુમલાની ઘટના સામે આવી છે. મેઘરજ તાલુકા વિસ્તરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર મેહુલ દોમડાં સાંજે ફિલ્ડમાં ફરજના કામ અર્થે ડામોર ડુંઢા ગામ પાસેથી પોતાની કારમાં પસાર થતા હતા. તે સમયે એકાએક દસેક લોકોનું ટોળું આવ્યું અને આરએફઓની કાર રોકી પથ્થર મારો કર્યો. જેથી આરએફઓ મેહુલ દોમડાંએ કાર ઉભી રાખી હતી.
આસપાસના અન્ય લોકો આવી જતા હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. આરએફઓ મેહુલ દામડાંએ મેઘરજ પોલીસમાં દસેકના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. આરએફઓના જણાવ્યા પ્રમાણે વન વિભાગની નક્કર કામગીરી કરાતી હોય છે. ત્યારે તેની અદાવતમાં હુમલો કર્યો હોય એવું પ્રાથમિક તબક્કે જણાઈ આવે છે. જાે કે મેઘરજ પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments