fbpx
ગુજરાત

મેઘરજમાં જલારામ બાપાની ૨૨૩મી જન્મજયંતિ ઉજવાઈ

રેલ્લાંવાડા જલારામ મંદિર ખાતે ૨૨૩મી જલારામ જ્યંતિ તેમજ મંદિરના ૨૫માં વર્ષની રજત જયંતિની ઉજવણી કરવામાં આવી. જેમાં મોરબીમાં મચ્છુ હોનારતમાં મૃત્યુ પામેલા મૃતાત્મા માટે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને ભક્તોએ જલારામ બાપાના આશિર્વાદ લીધા. અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં આવેલા રેલ્લાંવાડા ગામે ૨૨૩મી જલારામ જ્યંતિ તેમજ જલારામ મંદિરના ૨૫ વર્ષ પૂર્ણ થતાં રજત જ્યંતિ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે જલારામ મંદિરમાં જલારામબાપાની મૃત્તિને દહીં, દૂધ, કેસર, પાણી, ગંગાજલનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં ગામના અને આજુબાજુના લોકોએ ભાગ લીધો હતો. વધુમાં અભિષેક કર્યા બાદ દાદાની આરતી કરવામાં આવી હતી.

જેમાં મેઘરજ, રાજેસ્થાન, અરવલ્લી સહિત અનેક વિસ્તારના ભક્તોએ જલારામ બાપાની આરતીમાં ભાગ લીધો હતો. જલારામ ઉજવણીના ભાગ રૂપી સમગ્ર આયોજન રેલ્લાંવાડા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ મંદિર ખાતે માત્ર ૯૦૦ રૂપિયામાં બોડી ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં મંદિર પરિસરમાં ભજન સતસંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિર દ્વારા મહા પ્રસાદનું પણ આયોજન કરાયું હતું. ત્યારે આજે રેલ્લાંવાડા ગામે જલારામ મંદિર ખાતે ભક્તો સવારથી મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Follow Me:

Related Posts