મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ૧૨ મિનિટનાં અંતરાલ પર કાર્યરત રહેશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ અમદાવાદમાં સવારે ૬ઃ૨૦ થી રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત ૧૨ મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે નીચેની તારીખો પર સુનિશ્ચિત વર્લ્ડ કપ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, મેટ્રો ટ્રેન નીચે આપેલા સમય મુજબ ઉપલબ્ધ રહેશે.
તારીખ અને મેટ્રો ટ્રેન સેવાઓનો સમય
૦૫-૧૦-૨૦૨૩ – સવારે ૬ઃ૨૦ કલાકથી મધ્યરાત્રિ ૧.૦૦ કલાક સુધી
૧૪-૧૦-૨૦૨૩ – સવારે ૬ઃ૨૦ કલાકથી મધ્યરાત્રિ ૧.૦૦ કલાક સુધી
૦૪-૧૧-૨૦૨૩ – સવારે ૬ઃ૨૦ કલાકથી મધ્યરાત્રિ ૧.૦૦ કલાક સુધી
૧૦-૧૧-૨૦૨૩ – સવારે ૬ઃ૨૦ કલાકથી મધ્યરાત્રિ ૧.૦૦ કલાક સુધી
૧૯-૧૧-૨૦૨૩ – સવારે ૬ઃ૨૦ કલાકથી મધ્યરાત્રિ ૧.૦૦ કલાક સુધી
મહેરબાની કરીને નોંધ લેશો કે રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નિકાસ દ્વાર જ ખોલવામાં આવશે.
પ્રવેશ દ્વાર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર ઉલ્લેખિત તારીખોએ રાત્રિના ૦૧ઃ૦૦ કલાકે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે.
મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે ૧૦ઃ૦૦ કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે ?૫૦ નાં નિશ્ચિત દરે ખરીદી શકાય છે.
Recent Comments