મેમનગર ગુરુકુલ ખાતે સ્વામી માધવપ્રિયદાસજીએ ભગવાન શિવની પૂજા કરી
અમદાવાદમાં મેમનગર ગુરુકુલ ખાતે સ્વામી માધવપ્રિયદાસજીએ શિવરાત્રિના દિવસે સવારે ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. તેમણે ભગવાનને દુગ્ધાભિષેક કરીને ષોડશોપચાર પૂજા કરી હતી. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના આદેશ મુજબ વિષ્ણુ, શીવ, ગણપતિ, પાર્વતિ અને સૂર્યનારાયણનું અમારા ભકતોએ આદર થકી પૂજન કરવું અને શિવરાત્રીના દિવસે શિવજીનું પૂજન તથા ઉત્સવ કરવા, એ આજ્ઞા પ્રમાણે મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, શિવરાત્રીના મંગળ પ્રભાતે, પ્રાધ્યાપક ચિંતનભાઇ જાેષીના માર્ગદર્શન સાથે સ્વામી માધવપ્રિયદાસજી અને પાર્ષદ શામજી ભગતે શિવજી ભગવાનનું દુગ્ધાભિષેક સાથે ષોડશોપચાર પૂજન કર્યું હતું. પૂજન વિધિમાં કોઠારી મુક્તસ્વરુપદાસજી સ્વામી અને ભંડારી અક્ષરસ્વરુપદાસજી સ્વામી અને વિશ્વવિહારીદાસજી સ્વામી પણ જાેડાયા હતા.
Recent Comments