અમદાવાદની અભયમ હેલ્પલાઇન ૧૮૧માં કોલ આવ્યો હતો કે મારી દીકરીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. તેથી તેના કાઉન્સિલિંગ માટે ૧૮૧ની મદદ માંગી હતી. શાહીબાગ સ્થિત રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચતા જાેવા મળ્યુ હતું કે, મેમ્કો વિસ્તારમાં ૨૧ વર્ષીય યુવતી માતા-પિતા સાથે રહે છે. માતા પિતા સમોસાની લારી કરી ગુજરાન ચલાવે છે. ફેબ્રુઆરીમાં તેની મોટી બહેનનાં લગ્ન થયા હતા. યુવતીનો અભ્યાસ ચાલુ હોવાથી પરિવારે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દીકરીનાં લગ્ન કરવા નક્કી કર્યુ હતું.
દીકરીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.હેલ્પલાઇનની ટીમે જાેયું ત્યારે યુવતી બેભાન અવસ્થામાં હતી. છેલ્લા ૪ મહિનાથી માનસિક સ્થિતિ સારી નથી. તેથી તેની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલુ છે. દીકરીને સ્વતંત્ર જિંદગી જીવવી છે તેથી આપઘાતનો પ્રયાસ કરતા રૂમમાં દોરી બાંધી ગળેફાંસો ખાધો હતો. પરિવારે ઘરનો દરવાજાે તોડી તેનો જીવ બચાવી લીધો હતો. ગળામાં દોરી ફસાઈ ગઈ હતી જેથી દીકરી બોલી શકતી ન હતી. આથી તાત્કાલિક ૧૦૮ની મદદથી હોસ્પિટલ સારવાર અંગે ખસેડવામાં આવી હતી.
મોટીબહેનના લગ્ન બાદ તેને થયું કે હું એકલી પડી ગઈ છું. માતા પિતા મારા લગ્ન હવે ધૂમધામથી નહીં કરાવે તેવા વિચારોથી માનસિક સ્થિતિ બગડતાં ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ પરિવારનાં સભ્યોએ તાત્કાલિક ઘરનો દરવાજાે તોડી દીકરીનો જીવ બચાવ્યો હતો.અમદાવાદમાં ૨૧ વર્ષીય યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મોટી બહેનના લગ્ન બાદ યુવતીને માતા-પિતા તેના લગ્ન ધૂમધામથી નહીં કરાવે એવા માનસિક વિચારો કરવા લાગ્યા હતા. જેથી તેણે આવા વિચારોમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
જાે કે પરિવારજનોને સમયસર ખબર પડતાં દરવાજાે તોડી યુવતીને બચાવી લીધી હતી. યુવતીના કાઉન્સેલિંગ માટે અભયમ હેલ્પલાઇન ૧૮૧ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. પરંતુ યુવતીની સ્થિતિ સારી ન હોવાથી બોલી શકતી ન હતી જેથી સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
Recent Comments