મેયર કક્ષાના મુખ્યમંત્રી ગુજરાત આવ્યા છે-વાઘાણી, કોઇને ઉતારી પાડવું એ ગુજરાતની સંસ્કૃતિ નથીઃ AAP
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાનો પરચમ બતાવ્યા બાદ હવે ગુજરાત પર નજર મંડરાઇ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવનાર છે જેને લઇને આમ આદમી પાર્ટી પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ગુજરાતની રાજનીતિમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટ્વિટર વૉર તો ચાલી જ રહ્યુ છે પરંતુ હવે ચૂંટણી ટાણે જનતાનું દિલ જીતવાનો આપ દ્વારા ફુલ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપના નેતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે.અમદાવાદમાં નિકોલ ખોડિયાર મંદિરથી વિજય ચોક સુધી રૉડ શો યોજ્યો. ત્યારે ગુજરાતમાં આપના બંને નેતાઓની મુલાકાત અંગે ભાજપના નેતા જીતુ વાઘાણી દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો. ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ અંગે કટાક્ષ કરતા જણાવ્યુ કે ગુજરાત દરેક અતિથીને આવકારે છે. ગુજરાતની જનતા બીજેપીને પ્રેમ આપશે એ નક્કી છે. પ્રવાસીઓ ગુજરાત અને આવે અને જાય છે. આ તો મેયર કક્ષાના મુખ્યમંત્રી ગુજરાત આવ્યા છે. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીના એંધાણ હવે ખૂબ જ નજીક જોવા મળી રહ્યા છે ત્યારે એક પછી એક રોડ શો પોલિટીકલ પાર્ટીઓ પણ કરી રહી છે પીએમ મોદી રોડ શો બાદ આપ નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબમાં ભગવંત માને પણ રોડ શો કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ભાજપમાં બોખલાહટ અને ડર છેઃ AAP. તો જીતુ વાઘાણીના નિવેદન અંગે AAPએ આકરા પ્રહાર કર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતું કે જીતુ વાઘાણી નિમ્નકક્ષાની રાજનીતિ કરી રહ્યાં છે, ભાજપમાં બોખલાહટ અને ડર છે. કોઇને ઉતારી પાડવું એ ગુજરાતની સંસ્કૃતિ નથી.
Recent Comments