રાષ્ટ્રીય

મેરઠમાં ૩ માળની ઈમારત ધરાશાયી થતા ૧૦ લોકોના મોત

એક માળ બનાવવાની તૈયારી વચ્ચે વરસાદ પડ્‌તા ઘરના નબળા પિલરની ૪ ઈંચની દીવાલમાં પાણી ભરાવાથી દુર્ઘટના ઘટી ઉત્તર પ્રદેશના મેરઠમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થવા અને ૧૦ લોકોના મોત પાછળનું મુખ્ય કારણ સામે આવ્યું છે. ૩૦૦ ચોરસ યાર્ડ જમીનમાં બનેલી આ ઈમારતમાં માત્ર એક જ પિલર હતો અને તે પણ ગેટ પાસે હતો. આખી ઇમારત માત્ર ચાર ઇંચની દિવાલ પર ઊભી હતી. મોટી વાત એ છે કે દિવાલ આટલી નબળી હોવા છતાં તેની ઉપર વધુ એક માળ બનાવવાની તૈયારી ચાલી રહી હતી. કારણ કે મેરઠમાં સતત વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે ઘરના પાયામાં પાણી ભરાઈ ગયા હતા. આનાથી નબળી પડી ગયેલી દિવાલો તૂટી પડી હતી.

શનિવારે સાંજે થયેલા આ અકસ્માતમાં રવિવારે સવાર સુધીમાં ૧૦ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે એક-બે લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે. તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘરનો ગ્રાઉન્ડ ફ્લોર લગભગ ૫૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. જાે કે, બાદમાં મકાનમાલિક અલાઉદ્દીને આ ફ્લોર પર ડેરી ફાર્મ ખોલ્યું અને તેના રહેવા માટે ઉપરનો માળ બનાવ્યો. અલાઉદ્દીનના મૃત્યુ પછી તેના ચાર પુત્રો સાજીદ, નદીમ, નઈમ અને શાકીરે ડેરી ચલાવવાનું શરૂ કર્યું. ઉપર રહેવાની જગ્યા ઓછી હતી. તેથી વધુ એક માળ બાંધવામાં આવ્યો.

શરૂઆતમાં આ ઘર ડેરી અનુસાર પિલર વગર બાંધવામાં આવ્યું હતું. દિવાલો પણ માત્ર અડધી ઈંટની બનેલી હતી. આવી સ્થિતિમાં જેમ જેમ ઉપરનો માળ બાંધવામાં આવ્યો તેમ તેમ દિવાલો અને પાયો નબળો પડી ગયો. આ લોકો તેમની દિવાલ પાસેની ડેરીમાંથી છાણ અને અન્ય કચરો ભેગો કરી રહ્યા હતા. અહીં ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો હોવાથી આ કચરામાં વરસાદી પાણી જમા થવા લાગ્યું અને ઘરના પાયામાં ઘૂસી ગયું. જેના કારણે પાયાથી લઈને દિવાલો સુધી પાણી ભરાયુ હતુ. આ ભીનાશને કારણે એક અઠવાડિયા પહેલા ઘરનો નાનો હિસે્‌સો પણ ધરાશાયી થયો હતો. જાે કે, તે સમયે પણ ત્યાં રહેતા પરિવારે તેને નજરઅંદાજ કરી. જે બાદ આખેઆખુ ઘર જ બેસી ગયુ. પોલીસના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા અન્ય મકાનોની પણ તપાસ કરાવી રહી છે.

હકીકતમાં, મેરઠમાં વસ્તીવાળા વિસ્તારોમાં આવી ઘણી ડેરીઓ ખુલી છે. જ્યાંથી પશુઓનો કચરો કાં તો ગટરમાં ફેંકવામાં આવી રહ્યો છે અથવા તેમના ઘર પાસે જમા કરવામાં આવી રહ્યો છે. જેના કારણે રોજેરોજ ગટરો ચોંક અપ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના શનિવારે સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે ઘટી. સારી બાબત એ રહી કે મકાન એક કલાક પહેલા પડ્યુ અને ૧૦ લોકોના મોત થયા. જાે ઘટના ૫.૩૦ વાગ્યા આસપાસ ઘટતી તો ઘરમાં ૪૦થી વધુ લોકો દબાઈ જતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ૩૫ થી વધુ લોકો સાંજે ૫.૩૦ વાગ્યે તેમના ઘરે દૂધ લેવા આવતા હતા. હવે આ તમામ લોકો ભગવાનનો આભાર માની રહ્યા છે કે તેઓ આ અકસ્માતનો ભોગ બનતા બચી ગયા.

Related Posts