વિકસીત ભારત સંકલ્પ યાત્રા પાલીતાણા તાલુકાનાં બહાદુરગઢ ગામે આવી પહોંચતા સ્થળ પરના લાભાર્થી શ્રી ભુપતભાઈ બાથાણી ને આયુષ્યમાન કાર્ડ મળ્યું હતું. આ તકે શ્રી ભુપતભાઈ બાથાણી એ જણાવ્યું હતું કે વિકસીત ભારત સંકલ્પ યાત્રા એમના ગામ બહાદુરગઢ આવતા એમને ઘર આંગણે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ નીકળી ગયું હતું, આથી એમને હવે આરોગ્ય પ્રત્યેની ચિંતા માંથી મુક્તિ મળી છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ થકી કેન્દ્ર સરકાર ની પાંચ લાખ અને રાજ્ય સરકાર તરફથી પાંચ લાખ એમ કુલ દસ લાખનું સુરક્ષા કવચ મળે છે.
‘મેરી કહાની મેરી ઝુબાની’વિકસીત ભારત સંકલ્પ રથ થકી મળ્યું આયુષ્યમાન કાર્ડ નું કવચ : ભુપતભાઈ બાથાણી

Recent Comments