‘મેરી કહાની મેરી ઝુબાની’સખી મંડળ થકી બારૈયા અરુણા બન્યા આત્મનિર્ભર
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં જય ભીમ સખી મંડળ કાર્યરત છે. આ સખી મંડળ સાથે ૧૧ બહેનો સંકળાયેલ છે. બારૈયા અરુણા આ સખી મંડળ સાથે ૪ વર્ષથી કાર્ય કરી રહ્યા છે. તેઓના જણાવ્યા પ્રમાણે સખી મંડળની બહેનો દર મહિને ૧૦૦ રૂપિયાની બચત કરી બેંકમાં જમા કરાવે છે.સાથોસાથ સરકાર દ્વારા તેમને ૧૦ હજાર રૂપિયા ફંડ પેટે અને ત્યારબાદ ૧ લાખની લોન સહાય પેટે મળ્યા છે. બારૈયા અરુણા જણાવે છે કે આ રૂપિયાનો ઉપયોગ કરીને તેઓ સાડી, ડ્રેસ મટીરીયલનું વેચાણ કરે છે. તેમનું સખી મંડળ લેડીઝ વેરનું વેચાણ કરે છે. આ સર્વ સહાય બદલ તે અને તેમની સખી મંડળની બહેનો પગભર થઈ છે અને તેઓ સર્વ આત્મનિર્ભર બન્યા છે જે બદલ તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.
Recent Comments