બોલિવૂડ

‘મેરી ક્રિસમસ’ અને ‘યોદ્ધા’ની રિલીઝ ડેટ બદલાઈ

બોક્સઓફિસ પર બે મોટી ફિલ્મોની સીધી ટક્કર સામે કરણ જાેહરે ચિંતા વ્યક્ત કરી હતી. સિદ્ધાર્થ મલહોત્રા સાથે કરણે બનાવેલી ફિલ્મ ૧૫ ડિસેમ્બરે રિલીઝ કરવાનું નક્કી થયા બાદ વિજય સેતુપતિ અને કેટરિના કૈફની ફિલ્મ મેરી ક્રિસમસને પણ આ જ દિવસે રિલીઝ કરવાની જાહેરાત થઈ હતી. બોક્સઓફિસ પર સીધી ટક્કર ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે જાેખમી હોવાનું જણાવીને કરણ જાેહરે જણાવ્યુ હતું કે, ફોન પર થયેલી વાતનું માન રાખવામાં આવ્યું નથી અને આ ટ્રેન્ડ સમગ્ર ઈન્ડસ્ટ્રી માટે ચિંતાજનક છે. આશ્ચર્યજનક રીતે આ બંને ફિલ્મોની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

એક અઠવાડિયા અગાઉ ‘મેરી ક્રિસમસ’ અને ‘યોદ્ધા’ને રિલીઝ કરવાનો ર્નિણય લેવાયો છે અને તેના કારણે બંને ફિલ્મો વચ્ચે બોક્સઓફિસ પર યુદ્ધ થવાનું નક્કી બન્યું છે. કરણ જાેહરે અગાઉ સિદ્ધાર્થ મલહોત્રા સાથે શેરશાહ ફિલ્મ બનાવી હતી. સિદ્ધાર્થ સાથે કરણની બીજી ફિલ્મ યોદ્ધા છે. આ એક્શન થ્રિલરને ૧૫ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ રિલીઝ કરવાનો ર્નિણય લેવાયો હતો. કરણ જાેહરે શીજ્યુલમાં ફેરફાર કરીને ‘યોદ્ધા’ માટે નવી રિલીઝ ડેટ જાહેર કરી છે અને તેને ૮ ડિસેમ્બરે રિલીઝ કરવાનો ર્નિણય લીધો છે.

ધર્મા પ્રોડક્શન્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ૮ ડિસેમ્બરે યોદ્ધા માટે તૈયાર થઈ જાવ.. ‘યોદ્ધા’ની રિલીઝ ડેટમાં ફેરફારની સાથે કેટરિના કૈફ અને વિજય સેતુપતિની ફિલ્મ મેરી ક્રિસમસની રિલીઝ ડેટ પણ બદલાઈ છે. હવે આ ફિલ્મ પણ ૮ ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે. રિપોર્ટ્‌સ મુજબ, મેરી ક્રિસમસની ટીમ દ્વારા આ અંગે ર્નિણય લેવાઈ ચૂક્યો છે અને ટૂંક સમયમાં ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ શકે છે.

‘યોદ્ધા’માં પ્લેન હાઈજેકની ઘટના રજૂ કરવામાં આવી છે. સિદ્ધાર્થ મલહોત્રાની સાથે ફિલ્મમાં રાશિ ખન્ના અને દિશા પટાણી લીડ રોલમાં છે. સિદ્ધાર્થ અને કરણે અગાઉ સ્ટુડન્ટ ઓફ ધ યર, બ્રધર્સ, હસી તો ફસી અને શેરશાહ જેવી ફિલ્મો કરી છે. કેટરિના અને વિજય સેતુપતિએ અગાઉ ૨૦૨૨ના વર્ષમાં તમિલ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. જાે કે તેમાં કેટરિનાનો લીડ રોલ ન હતો. કેટરિના અને વિજય સેતુપતિ પહેલી વાર સાથે કોઈ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યા છે. ‘મેરી ક્રિસમસ’ અને ‘યોદ્ધા’ના કિસ્સામાં બોલિવૂડ અને સાઉથની ઈન્ડસ્ટ્રી વચ્ચે સીધી ટક્કર થવાની છે. અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ પુષ્પા ૨ને ૧૫ ઓગસ્ટે રિલીઝ કરવાની જાહેરાત થઈ છે. અજય દેવગન-રોહિત શેટ્ટીની સિંઘમ અગેઈન માટે અગાઉથી આ તારીખ બુક થયેલી હતી..

બાહુબલિ ફેમ પ્રભાસ અને કેજીએફના ડાયરેક્ટર પ્રભાસ નીલની આગામી ફિલ્મ સાલાર આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે. આ સમયગાળામાં શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાણીની ફિલ્મ ડંકીની રિલીઝ અગાઉથી નક્કી થયેલી હતી. ભારતમાં બિગ બજેટ ફિલ્મો વચ્ચે સીધી ટક્કરના સંજાેગ ઊભાં થાય ત્યારે સૌથી પહેલા થીયેટર સ્ક્રિન માટે ખેંચતાણ શરૂ થાય છે. સૌથી વધારે સ્ક્રિન મેળવી શકે તે ફિલ્મને વધારે સારી શરૂઆત મળવાના ચાન્સ વધુ હોય છે. બાકીનું કામ માઉથ પબ્લિસિટી કરે છે અને ત્યારબાદ જે ફિલ્મ વધારે પસંદ થઈ હોય તેના સ્ક્રિન્સ વધતા જાય છે.

જાે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો આ સ્થિતિને આદર્શન માનવા તૈયાર નથી. કોઈ એક ફિલ્મનું નુકસાન કરીને બીજી ફિલ્મને લાભ કરાવવામાં આવે તો એકંદરે ઈન્ડસ્ટ્રીને ખોટ જાય છે. દરેક ફિલ્મ પ્રોફિટ કરવી જાેઈએ અને કોઈ ફિલ્મ મેકરને ખોટ જવી જાેઈએ નહીં, તેવું એકસ્પર્ટ માને છે. જાે કે બોલિવૂડની બિગ બજેટ ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર થયા પછી સાઉથની ઈન્ડસ્ટ્રીની ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર થાય છે અને તેમાં સીધી ટક્કરની તૈયારી દેખાય છે. જેને જાેતાં બોક્સઓફિસ પર વર્ચસ્વ જમાવવા બોલિવૂડ અને સાઉથ વચ્ચેનું યુદ્ધ વધારે તીવ્ર બની રહ્યું હોય તેમ લાગે છે.

Related Posts