બગસરા તાલુકાના મોટા મુંજિયાસરના રહીશ એવા ૩૭ વર્ષીય મે કાનજીભાઈ રાઠોડને રાજકોટ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેમનું નિદાન કરવામાં આવતા તેમને એનસેફેલોપેથી / એનસેફેલાઈટિસ તરીકે થયું હતું, તેમનું ઝેરી મેલેરિયાથી થયું નહોતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતની મેલેરિયા શાખા દ્વારા અસરગ્રસ્ત એવા આ વિસ્તારમાં અટકાયત કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સામાન્ય તાવનો એક અને એક પોઝિટિવ એમ બે કિસ્સાઓ ધ્યાને આવ્યા હતા. મોટા મુંજિયાસરમાં તાવના કેસ વધ્યા હતા અને ઝેરી મેલેરિયાથી મૃત્યુનો કોઈપણ કિસ્સો બન્યો નથી, તેમ જિલ્લા મેલેરિયા અધિકારીએ સ્પષ્ટતા આપતા જણાવ્યું છે.
મેલેરિયા શાખા દ્વારા અસરકારક અટકાયત કામગીરી- જિલ્લા મેલેરિયા અધિકારી

Recent Comments