fbpx
અમરેલી

મેલેરીયા વિરોધી જૂન માસ અને ડેન્ગ્યુ વિરોધી જુલાઇ માસ ઉજવણી અંગે જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની તાલીમ-મીટીંગ યોજાઇ

અમરેલી  રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ,મેલેરીયા વિરોધી જૂન માસ અને ડેન્ગ્યુ વિરોધી જુલાઇ માસ ઉજવણી અંગે જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની તાલીમ-મીટીંગ  યોજાઇ વિભાગીય નાયબ નિયામકશ્રી,ભાવનગર ની પ્રેરક ઉપસ્થિતિ સરકારશ્રી દ્વારા આગામી 16 મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ,જુન માસને મેલેરીયા વિરોધી માસ તથા જુલાઇ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાનો હોઈ તેમજ ચાલુ વર્ષે અવારનવાર પડેલ વરસાદ અને આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ  અમરેલી જિલ્લા માં વાહકજન્ય કામગીરી સઘન ઝુંબેશની રીતે કરવા જિલ્લાના તમામ મલ્ટીપરપઝ હેલ્થ વર્કર અને સુપરવાઇઝરની તાલીમ કમ મીટીંગ આજ રોજ તા.12/05/23 ના રોજ અમરેલી ખાતે યોજાયેલ હતી.જેમાં વિભાગીય નાયબ નિયામક,ભાવનગર ડો.એમ.જે.ફેન્સી,જિલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી ડો.એ.એસ.સાલ્વી તથા જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી  ડો.એ.કે.સિંહ તેમજ તમામ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ફિલ્ડ લેવલે ચોકસાઇપૂર્વક  રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરી કરવા કર્મચારીઓને જણાવવામાં આવેલ.ગ્રામ્ય કક્ષાએ આયોજનબદ્ધ રીતે વાહક જન્ય રોગ અટકાયત કામગીરી કરવા કર્મચારીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવેલ. જન સમુદાય માં મેલેરીયા,ડેન્ગ્યુ અને ચીકુનગુનીયા જેવા રોગોનો ફેલાવો અટકાવવા મચ્છર ઉત્પતિ અટકાવવી જરૂરી છે.જેથી લોકોની ટેવોમાં બદલાવ લાવી પાણી સંગ્રહના તમામ પાત્રો ઢાંકીને રાખે,છત,અગાસી,ખુલ્લા માં પડેલ તૂટેલ ફૂટેલ વાસણો,ભંગાર કચરો,જુના ટાયરો,વગેરેનો નિકાલ કરે એવી જનભાગીદારી થી સફળ વાહકજન્ય રોગ અટકાયત કામગીરી કરવા સુચના આપવામાં આવેલ-એમ શ્રી જિલ્લા મેલેરીયા અધિકારી,અમરેલીની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts