મેહુલ ચોક્સી ડોમિનિકાની હૉસ્પિટલમાં ભરતી, રિપોર્ટ આવ્યો નેગેટિવ
ભારતીય બેંકો સાથે કોરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થયેલો હીરા વેપારી મેહુલ ચોક્સી કેબેબિયાઈ દેશ ડોમિનિકાની હૉસ્પિટલમાં ભરતી થઈ ગયો છે. મેહુલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોક્સીને ડોમિનિકાને ચાઇના ફ્રેન્ડશિપ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. મેહુલના વકીલે પણ પોતાના ક્લાયન્ટને હૉસ્પિટલમાં ભરતી કર્યો હોવાની પુષ્ટિ કરી છે. ભાગેડું વેપારીના આ દાવથી તેના જલદી ભારત પ્રત્યાર્પણની સંભાવના પર પાણી ફેરાતુ જાેવા મળી રહ્યું છે.
મેહુલ ચોકસીને હૉસ્પિટલ કેમ લઈ જવામાં આવ્યો તે સામે આવ્યું નથી. આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોક્સીના અપહરણમાં કથિત રીતે સામેલ ૨ ભારતીય એજન્ટ હવે ડોમિનિકાથી બહાર છે. કહેવામાં આવી રહ્યું છે કે ભંડલ ગુરજીત અને સિંહ ગુરમીત નામના આ એજન્ટ કૉર્ટમાં કેસ ગયા બાદ ડોમિનિકા છોડી ચુક્યા છે. આ પહેલા એન્ટિગુઆ અને બર્મુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને એક નવો ખુલાસો કર્યો હતો. તેમનું કહેવું હતુ કે કચાદ ચોક્સી પોતાની ગર્લફ્રેન્ડને ડિલર કરાવવા અથવા ‘સારો સમય’ પસાર કરવા યૉટ મારફતે પાડોશી દેશ ડોમિનિકા ગયો હતો.
ડોમિનિકાની સરકાર અને કાયદો લાગુ કરનારી એજન્સીઓ તેને ભારતને પ્રત્યાર્પિત કરી શકે છે, કેમકે તે એક ભારતીય નાગરિક છે. તેમણે કહ્યું કે, અમને મળી રહેલી જાણકારી પ્રમાણે મેહુલ ચોક્સી પોતાની ગર્લફ્રેન્ડને ડિનર કરાવવા અથવા સારો સમય પસાર કરવા ડોમિનિકા ગયો અને ત્યાં પકડાઈ ગયો. આ એક ઐતિહાસિક ભૂલ હશે, કેમકે એન્ટિગુઆમાં ચોક્સી એક નાગરિક છે અને અમે તેને પ્રત્યાર્પિત ના કરી
Recent Comments