મોંઘવારીના માર વચ્ચે સામાન્ય નાગરિકોને મળી મોટી રાહત, CNG-PNG ના ભાવમાં થયો ઘટાડો
મોંઘવારીના માર સામે ઝઝૂમી રહેલી જનતાને મોટી રાહત મળી છે. શુક્રવારે ય્છૈંન્ ઈન્ડિયાની સહાયક કંપની મહાનગર ગેસે મુંબઈમાં સીએનજીના ભાવમાં ૮ રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીના ભાવમાં ૫ રૂપિયા/જીઝ્રસ્ નો ઘટાડો કર્યો છે. મહાનગર ગેસે પોતાના લાઈસન્સ્ડ એરિયામાં આ કાપ મૂક્યો છે. એમજીએલએ આ પગલું ડોમેસ્ટિક લેવલ પર મેન્યુફેક્ચર્ડ નેચરલ ગેસના ભાવ નિર્ધારણની નવી સિસ્ટમની જાહેરાત બાદ ઉઠાવ્યું છે. આ જાહેરાત બાદ સરકારે સીએનજી અને પાઈપવાળા રાંધણ ગેસના નવા ભાવની પણ જાહેરાત શુક્રવારે કરી. એમજીએલએ ફેબ્રુઆરીમાં પણ સીએનજીના ભાવમાં ૨.૫ રૂપિયા પ્રતિ કિલોનો કામ મૂક્યો હતો. આમ છતાં સીએનજીના ભાવ એપ્રિલ ૨૦૨૨ની સરખામણીમાં લગભગ ૮૦ ટકા વધુ બનેલા છે. એમજીએલએ એક નિવેદનમાં કહ્યું કે તેણે ડોમેસ્ટિક લેવલ પર મેન્યુફેક્ચર્ડ ગેસના ભાવમાં કાપનો ફાયદો સીએનજી-પીએનજીના ગ્રાહકો સુધી પહોંચાડવાની ખુશી છે.
આ ર્નિણય હેઠળ મુંબઈ મહાનગર અને નજીકના વિસ્તારોમાં સીએનજીના ભાવમાં આઠ રૂપિયાનો પ્રતિ કિલો અને પીએનજીમાં પાંચ રૂપિયા પ્રતિ ઘન મીટર સુધીનો કામ કરવામાં આવી રહ્યો છે. અડધી રાતથી પ્રભાવી થઈ રહેલા આ ર્નિણય બાદ સીએનજી ૭૯ રૂપિયા પ્રતિ કિલો અને પીએનજી ૪૯ રૂપિયા પ્રતિ એસસીએમના ભાવ પર મળવા લાગશે. ૧ એપ્રિલથી એપીએમ ગેસના ભાવ ભારતીય ક્રૂડ બાસ્કેટના માસિક સરેરાશના ૧૦ ટકા પર હશે. જાે કે આ પ્રકારના દર ૮.૫૭ ડોલર પ્રતિ એમએમબીટીયુના હાલના ગેસ મૂલ્યની સરખામણીમાં ૬.૫ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ પર કેપ કરાશે. દ્વિ વાર્ષિક સંશોધનની હાલની પ્રથાની જગ્યાએ દર મહિને દર નક્કી કરવામાં આવશે. ઓએનજીસી અને ઓઆઈએલના ક્ષેત્રોમાં નવા કૂવાઓ કે હસ્તક્ષેપોથી ઉત્પાદિત ગેસને એપીએમ મૂલ્યથી ૨૦ ટકા વધુ પ્રીમિયમની અનુમતિ હશે. આ પગલાંથી ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) અને પરિવહન માટે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના ભાવમાં ભારે ઘટાડો થશે.
Recent Comments