મોંઘવારીના માર વચ્ચે હોમ લોન લોકોની મોંઘી થશે, આરબીઆઈએ રેપોરેટમાં વધારો કર્યો
આરબીઆઈ દ્વારા રીવર્સ રેપોરેટ વધારવામાં આવ્યો છે, જેના કારણે લોકોની હોમ લોન વધી જશે માટે લોકો પર ફરી આ પ્રકારે ઈએમઆઈનો બોજ પડશે, જો કે આ પહેલા જ લોકો પર પેટ્રોલ, ડીઝલ, ગેસ, સીએનજી, ઘરગથ્થુ સામાન, શાકભાજી વધવાનો બોજ વધ્યો છે એક પછી એક ભાવ વધ્યા છે ત્યારે ફરી આ પ્રકારે રેપોરેટ વધતા લોકો માટે હોમ લોન મોંઘી પડશે. 0.40 ટકાનો વધારો રેપોરેટમાં કરવામાં આવ્યો છે.
પરંતુ તેની સાથે સાથે 30 ટકા રીયલ એસ્ટેટ મટીરીયલના ભાવ પણ વધ્યા છે જેથી મકાનો લેવા આ પહેલા જ મોંધા હતા ત્યારે ફરી આ હોમલોનમાં વધારો થતા લોકો પર આ બોજો પણ આવશે,
રીઝર્વ બેન્ક દ્વારા રેપોરેટ વધારીને 4થી 4.40 ટકા કરવામાં આવ્યો છે. જૂન મહિનાથી રેપોરેટમાં વધારો થવાની શક્યતા હતી પરંતુ આ તો અત્યારથી જ વધારી દેવામાં આવતા લોકો ચોંકી ઉઠ્યા છે. બેન્કો રીઝર્વ બેન્ક પાસેથી પૈસા લેતી હોય છે. નાણાં ઉછીના હલેથી લેતા તેમાં વ્યાજ દર પણ વધી જશે જેના કારણે બેન્કો આ બોજ લોકો પર આપશે અને તેના કારણે હોમ લોન જે લોકો લેશે તેમની લોન પહેલાની સરખામણીએ મોંઘી થશે માટે આ રેપોરેટનું ગણિત આ રીતે માંડવામાં આવી રહ્યું છે.
એક બાજુ ઘર લેવું મોઘું થઈ રહ્યું છે તેવામાં રેપો રેટ વધતા લોકો માટે પડ્યા પર પાટુ મારવા જેવી વાત છે. લોકો ફરીવાર હોમલોનને લઈને ઈએમઆઈ વધતા મુ્શ્કેલીનો સામનો કરી શકે છે.
Recent Comments