મોંઘવારીના મુદ્દે મહેસાણામાં આમ આદમી પાર્ટીની રેલી યોજાઇ
પેટ્રોલ, ડીઝલ, અને રાંધણ ગેસમાં રોકેટ ગતિએ વધી રહેલા ભાવના વિરોધમાં મહેસાણામાં આમ આદમી પાર્ટી દ્વારા આજે રેલી યોજી બેનરો મારફતે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં પોલીસે રેલીમાં જાેડાયેલા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
મહેસાણા શહેરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ અંગે સરકાર સામે વિરોધ નિધાવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના હાથમાં વિરોધ દર્શાવતા બોટ લઈને રેલીમાં જાેડાયા હતા. જેમાં ‘ભાજપના ફાયદા અંબાણીને ફાયદા’ જેવા ઉલ્લેખ કરેલા બોર્ડ લઇને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વધી રહેલા પેટ્રોલ, ડીઝલના ભાવના વિરોધમાં રેલી યોજી હતી. આ રેલી માં મહિલા કાર્યકર્તાઓ પણ જાેડાઈ હતી.
રેલીની પરમિશન ના હોવાના કારણે મહેસાણા એ ડિવિઝન પોલીસે તોરણ વાળી ચોક પાસેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને રિક્ષાઓ અને ગાડીઓમાં બેસાડી અટકાયત કરવામા આવી હતી. જે બાદમાં રેલીમાં જાેડાયેલા તમામ કાર્યકર્તાઓને મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં લઇ જવાયા હતા.
Recent Comments