મોંઘવારીનો મારઃ સીંગતેલ, કપાસિયા તેલમાં રૂ.૪૦નો ભાવ વધારો
હાલમાં જ પેટ્રોલ અને ડીઝલની કિંમતો પ્રજાની કમર તોડી રહી છે. તો બીજી બાજુ ખાદ્યતેલનાં ભાવો પણ ગૃહિણીઓને રડાવી રહ્યા છે. અને ખોરાકના સ્વાદને બગાડી રહ્યો છે. હવે મોંઘવારીનો અસહ્ય માર પ્રજા પર પડી રહ્યો છે. અને ખાદ્યતેલના ભાવ ઓલટાઈમ હાઈ પહોંચી ગયા છે. સીંગતેલ, કપાસિયા તેલમાં રૂ.૪૦નો ભાવ વધારો થયો છે.
ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. ખાદ્યતેલ ના ભાવ ઓલટાઇમ હાઈ પહોંચી ગયો છે. સનફલાવરમાં ૬૦ રૂપિયાનો ભાવ વધારો થયો છે. જ્યારે કપાસિયા અને સીંગતેલમાં ૪૦ રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૫૮૦ પર પહોંચ્યો છે. અને કપાસિયા તેલના ભાવ ૨૧૫૦ની આસપાસ પહોંચી ગયા છે. અને આગામી સમયમાં હજુ ૩૦૦૦ સુધી ભાવ પહોંચે તો નવાઈ નહીં.
ખાદ્યતેલનાં ભાવો રોકેટ ગતિએ પહોંચતાં સામાન્ય પ્રજામાં ભારોભાર રોષ જાેવા મળી રહ્યો છે. અને ખાદ્યતેલની કિંમતો ક્યારે અંકુશમાં આવશે તેના પર હાલ સૌ કોઈની નજરો છે. તો સટોડિયાઓને કારણે પણ ભાવ વધારો થતો હોવાની ચર્ચા છે. ત્યારે સરકાર ક્યારે ખાદ્યતેલના ભાવો પર અંકુશ મેળવશે તે જાેવું રહ્યું. બાકી સામાન્ય પ્રજાને તો કારમી મોંઘવારીમાં પિસાતા જ રહેવાનું છે.
Recent Comments