fbpx
રાષ્ટ્રીય

મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસે ગેસ સિલિન્ડર-તેલ વગર ભોજન બનાવી અનોખુ પ્રદર્શન કર્યું

મોંઘવારી અને જીએસટી વિરુદ્ધ કોંગ્રેસના નેતા આજે રસ્તાઓ પર ઉતર્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ નેતા સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ અને પીએમ આવાસને ઘેરાવ કરશે. કોંગ્રેસ પાર્ટીના દેશવ્યાપી પ્રદર્શન માટે પાર્ટીએ ઓફિસની અંદર પણ પૂરી તૈયારીઓ કરી છે. દેશભરમાંથી મહિલાઓ અને પુરુષ કાર્યકરો બોલાવવામાં આવ્યા છે. મોંઘવારીને લઈને કોંગ્રેસના મહિલા કાર્યકરો અલગ રીતે પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકરોનું કહેવું છે કે મોંઘવારી એટલી છે કે તેમની પાસે તેલ નથી.

તેમણે પાણીમાં ભોજન રાંધવું પડે છે. સિલિન્ડર ૧૦૦૦ પાર જતું રહ્યું છે. અમે તેનો ઉપયોગ પણ કરી શકતા નથી. આવામાં કાચાપાકા શાક બનાવી રહ્યા છીએ કારણ કે દેશની અંદર તેને પકવવાની કોઈ આશા નથી. કોંગ્રેસ નેતા સિલિન્ડરની જગ્યાએ લાકડાનો ઉપયોગ કરીને ભોજન બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે સારા દિવસની રાહ જાેઈને લોકો હવે થાકી ગયા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ દેશની અંદર હાલાત સારા નથી. જે લોકોની નોકરીઓ ગઈ છે આજે તેઓ ચૂલો જલાવી શકતા નથી. અત્રે જણાવવાનું કે દિલ્હી પોલીસે આજે કોંગ્રેસના આ પ્રદર્શનને મંજૂરી આપેલી નથી. અધિકારીઓએ આ જાણકારી આપી. કોંગ્રેસે મૂલ્ય વૃદ્ધિ, બેરોજગારી, અને જરૂરી વસ્તુઓ પર જીએસટી વધારવા વિરુદ્ધ ૫ ઓગસ્ટના રોજ મોટા પાયે વિરોધની યોજના ઘડી છે.

Follow Me:

Related Posts