fbpx
રાષ્ટ્રીય

મોંઘવારી સામે મળી રાહત, ગેસ સિલિન્ડર ૧૦૦ રૂપિયા સસ્તો થયો

ઓગસ્ટ મહિનાની શરૂઆત સારા સમાચારની સાથે રહી છે. આજે મંગળવારે મહિનાના પ્રથમ દિવસે, તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમત જાહેર કરી છે. ૧ ઓગસ્ટથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયાના ઘટાડાની મોટી રાહત આપવામાં આવી હતી. જ્યારે આ અગાઉ જુલાઈમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ૭ રૂપિયાનો નજીવો વધારો થયો હતો. આ સામે આ મહિને ૧૦૦ રૂપિયાના ઘટાડા દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે

કે આ ફાયદો માત્ર કોમર્શિયલ એટલે કે ૧૯ કિલોના સિલિન્ડરમાં આપવામાં આવી રહ્યોછે. ઘરોમાં ઉપયોગમાં લેવાતા ઘરેલુ એટલેકે લાલ રંગના ડોમેસ્ટિક સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેલ કંપનીઓ દ્વારા ગેસ સિલિન્ડરના ભાવ મહિનાના પહેલા દિવસે અપડેટ કરવામાં આવે છે. આ વખતે ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને ૧૬૮૦ રૂપિયા થઈ ગઈ છે જે ૪ જુલાઈના રોજ વધારા બાદ ૧૭૮૦ રૂપિયા પર પહોંચી ગઈ છે. દેશના મહાનગરોમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત (રૂપિયામાં) દિલ્હી- ૧૬૮૦/-, કોલકાતા- ૧૮૨૦.૫૦/-, મુંબઈ-૧૬૪૦.૫૦/- અને ચેન્નાઈ- ૧૮૫૨.૫૦/- જેટલી કિંમતમાં મળે છે. ઘરેલું સિલિન્ડરમાં કોઈ ફેરફાર નથી!..જે જણાવીએ તો, ઘરેલુ સિલિન્ડર એટલે કે તમારા ઘરમાં વપરાતા ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમતમાં પણ રાહત મળી છે કારણકે આ મહિને કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશની રાજધાનીદિલ્લીમાં હાલમાં ઘરેલુ ન્ઁય્ ગેસ સિલિન્ડરની કિંમત ૧૧૦૩ રૂપિયા છે. સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ફેરફાર આ આગાઉ ૧ માર્ચ, ૨૦૨૩ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષમાં તેની કિંમત બમણી થઈ ગઈ છે. લોકો રાહ જાેઈ રહ્યા છે કે સરકાર ક્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને તેમને રાહત આપશે. ઈન્ડિયન ઓઈલ, ૐઁઝ્રન્ અને મ્ઁઝ્રન્એ રાંધણ ગેસ સિલિન્ડરની સિક્યુરિટી એમાઉન્ટ વધારી દીધી છે. આ ત્રણ કંપનીઓ ભારતમાં ગેસ સિલિન્ડર સપ્લાય કરે છે. લોકો પોતાની એજન્સીઓમાંથી ઘરેલું ગેસ સિલિન્ડર લે છે. તાજેતરના મહિનાઓમાં એલપીજીના ભાવમાં ઝડપથી વધારો થયો છે. તેની કિંમત ૧૦૦૦ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. હવે તેમાં વધુ મોંઘવારી જાેવા મળી રહી છે.

Follow Me:

Related Posts