મોંધવારી સામે ગુજરાતના ગ્રામજનોએ ગોબર ગેસ પ્લાન્ટ તૈયાર કરી રહ્યા છે
માંડવી તાલુકાનું વદેસીયા ગામ ૩૨૦૦ ની વસ્તી ધરાવતું ગામ છે અને ૯૦ ટકાથી વધુ ગ્રામજનો પશુપાલનના વ્યવસાય સાથે જાેડાયેલા છે, આ ગામ મોર્ડન ગામ તરીકે ઓળખાતું આવ્યું છે. પ્રકૃતિનું જતન અને તેનું રક્ષણ કઈ રીતે કરવું તેનું ઉત્તમ ઉદાહરણ તરીકે ઓળખાય છે. ગામમાં મોટા પ્રમાણ માં પશુધન હોવાના કારણે ગામમાં ગંદકી થવી એ પણ સામાન્ય બાબત છે. ત્યારે આ ગંદકીનો નિકાલ કરવામાં તેમજ ગામ સ્વચ્છ રહે એ હેતુ પર ભાર મુકવામાં આવ્યો હતો. અન્ય મહત્વની વાત એ કે ગામને આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફ દ્વારા ગામને દત્તક લેવામાં આવ્યું છે, ત્યારે ગામમાં કઈ રીતે સુખ સમૃદ્ધિ વધે એ બાબતોને ધ્યાને લઇ ગામમાં ગોબર ગેસ પ્લાન્ટ નાખવાનું આયોજન કરવામાં આવ્યું. હાલમાં યુનિસેફ દ્વારા ગામના બે ઘરોમાં ગોબર ગેસ પ્લાન્ટ ના ડેમો નાખવામ આવ્યા છે
અને કાર્યરત કરવામાં આવ્યા છે. ગામડાના લોકો મોટા ભાગે બળતણ તરીકે લાકડાનો અથવાતો ગોબરથી બનાવવામાં આવતા છાણાનો ઉપયોગ કરતા હોઈ છે. જેના પગલે લાકડા કાપવા અથવાતો વીણવા જાંગલામાં જવું પડતું હોઈ છે. લાકડા કાપવાથી પ્રકૃતિને પણ પારાવાર નુકશાન થતું હોઈ છે. ઉપરાંત ધુમાડાના કારણે આંખોને અને સ્વાસ્થ્યને પણ એટલુજ નુકશાન થતું હોઈ છે. પહેલા તો સરકાર દ્વારા રાસન ધારકોને કેરોસીન અપાતું હતું તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જાેકે ચૂલો સળગાવવા માટે કેરોસીન બળતણ માટે અપાતું હતું તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લઈ હવે ચૂલો સળગાવવા માટે પ્લાસ્ટીકનો ઉપયોગ કરે છે. જેનાથી પર્યાવરણ અને સારિણિક નુકશાન થઈ રહ્યું છે. જેને ગોબર ગેસ પ્લાન્ટને લઇ ખાસ કરીને મહિલાઓને મોટો ફાયદો થવાનો છે. સમય સાથે સ્વાસ્થ્ય પણ સચવાશે અને મહિલાઓ અન્ય કામો પર ધ્યાન આપી શકશે સાથે સાથે આર્થિક રીતે પણ ખાસ્સી એવી બચત થઇ જશે. ગામમાં મોટા ભાગે પશુ પાલકો હોવાથી ગૃહિણીઓને પણ ખર્ચો નહીવત થવાનો છે. યુનિસેફ દ્વારા રાજ્યસરકારના સહયોગથી હાલ વદેસીયા ગામમાં બે ગોબર ગેસના પ્લાન્ટ કાર્યરત કરવામ આવ્યા છે. જાેકે મોટા ભાગે ગામમાં પશુપાલકો હોઈ યુનિસેફની સંલગ્ન પ્રીમો સંસ્થાના કર્મચારી દ્વારા ગામમાં સર્વે કરવામાં આવતા ગામમાં વસતા ૨૦૦ જેટલા પરિવારો ગોબર ગેસ પ્લાન્ટ માટે મજુર થઇ ગયા છે અને ટુક સમયમાં આ ગોબર ગેસ પ્લાન્ટ નાખી દેવામાં આવશે.
કુલ ૪૩૦૦૦ ની કિમતના ખર્ચે તૈયાર થતા આ પ્લાન્ટમાં ૫૦૦૦ રૂપિયા લોક ભાગીદારીથી લાભાર્થી પાસે લેવામાં આવશે, જયારે ૩૭૦૦૦ રૂપિયાની સહાય સરકાર કરશે. બાયો ગોબર ગેસ પ્લાન્ટનો ઉપયોગ દાયકાઓ પહેલા ગામડાઓમાં ખેતર અનવ ઘરોમાં લોકો ખૂબ જ ઉપયોગ કર્યા હતાં. પરંતુ સમયની સાથે લોકો પ્રોજેક્ટ બંધ કરી નવા વિકલ્પ તરફ વળ્યા હતા. જાેકે વધતી મોંઘવારીના કારણે હવે બચતના ધોરણે લોકો ફરથી જૂની પધ્ધતિ અપનાવતા થયા અને રાહત અનુભવી રહ્યા છે.વધતી જતી મોંઘવારી લઈ ગરીબ, મધ્યમવર્ગ ના લોકો આર્થીક રીતે સંક્રમણ અનુભવી રહ્યા છે. કેવી રીતે પોતે પરિવારનું ગુજરાન ચલાવી બચત કરાય તેની ઉપર ખાસ ભાર મુકાઈ રહ્યો છે. ત્યારે સ્વચ્છ ભારત મિશનને લઇ હવે ગામડાઓ ફરીથી જૂની પદ્ધતિ તરફ વળી રહ્યા છે. વર્ષો પહેલા ગામડાઓમાં ચાલતા ગોબર ગેસ પ્લાન્ટ જે નામશેષ થઇ ગયા હતા તે ફરીથી હવે નવા રંગ રૂપ સાથે ગામડાઓમાં શરુ કરવામાં આવી રહ્યા છે. માંડવી તાલુકાના વદેસીયા ગામે આવનારા દિવસોમાં ૨૦૦ જેટલા ગોબર ગેસ પ્લાન્ટ નખાવા જઈ રહ્યા છે.
Recent Comments