મોંમા પડતા ચાંદામાંથી તરત મેળવો રાહત, અજમાવો આ ઘરેલું ઉપાયો
અનેક લોકોની તાસીર ગરમ હોવાને કારણે વારંવાર મોંમા ચાંદા પડી જતા હોય છે. મોંમા પડતા ચાંદા તમને હેરાન કરીને મુકી દે છે. મોંમા ચાંદા પડવાને કારણે તમે સરખું જમી પણ શકતા નથી. આ સાથે જ મોંમા પણ બળતરા થતી હોય છે. જો તમને કબજીયાત રહે છે તો પણ વારંવાર મોંમા ચાંદા પડતા હોય છે. આમ, જો તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયા છો તો આ ઘરેલું ઉપાયો ખૂબ જ અસરકારક છે.
- મોંમા પડતા ચાંદામાંથી રાહત મેળવવા માટે ચામાં થોડુ દિવેલ નાંખીને પી લો. આમ કરવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે જેના કારણે આપોઆપ મોંમા પડતા ચાંદા દૂર થાય છે.
- ચણોઠીના પાનને ચાવીને તમે ધીમે-ધીમે એનો રસ મોંમાં ફેરવીને પેટમાં ઉતારો છો તો ચાંદાની તકલીફમાંથી હંમેશ માટે છૂટકારો મેળવી શકો છો.
- જો તમને વારંવાર મોંમા ચાંદા પડે છે તો સતત 10 દિવસ સુધી સવારે અને સાંજે તુલસીના પાંચ-પાંચ પાન ચાવો. આમ કરવાથી આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે.
- સવારમાં ખાલી પેટે ખસખસને ગરમ પાણીની સાથે લેવાથી મોંમા પડતા ચાંદાની સમસ્યા દૂર થઇ જાય છે. ખસખસ હેલ્થ માટે પણ અનેકરૂપે ફાયદાકારક છે.
- મોંમા જે જગ્યાએ ચાંદા પડ્યા હોય ત્યાં નારિયેળ તેલ લગાવો અને પછી લાળ પાડો. જો તમે સતત બે દિવસ સુધી બે ટાઇમ પર કરશો તો આ સમસ્યામાંથી રાહત મળી જશે.
- તીખું વસ્તુ ખાવાથી પણ મોંમા પડેલી ચાંદી દૂર થાય છે.
- જો તમને કબજીયાતની તકલીફ રહેતી હોય તો તમે પહેલાનો આનો ઉપાયો કરો જેથી કરીને આપોઆપ જ મોંમા ચાંદા પડવાના બંધ થઇ જશે.
Recent Comments