fbpx
ગુજરાત

મોગર ગામની પરિણીતાએ પતિ સહિત ૪ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

આણંદના મોગર ગામે રહેતા યુવકના લગ્ન સમાજની યુવતી જાેડે થયાં હતાં. આ લગ્ન જીવનમાં પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતો હતો. આથી પત્નીએ સંબંધ તોડી નાંખવા જણાવ્યું હતું. પરંતુ પતિ ઉશ્કેરાઇ જઇ મારઝુડ કરતો હતો. આ અંગે પરિણીતાએ સાસુ – સસરા તથા કાકા સસરાને ફરિયાદ કરતાં તેઓએ પણ મ્હેણાં ટોણાં મારી ત્રાસ આપવા લાગ્યાં હતાં. તેમાંય ૧૯મી જૂનના રોજ પતિને બીજી સ્ત્રી સાથેના સંબંધ બાબતે કહેવા જતાં ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં પતિએ એકમદ ઉશ્કેરાઇ પરિણીતાના માથાના વાળ પકડી દિવાલ સાથે માથુ ભટકાડતા ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત તેમને ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે પરિણીતાએ પિયર પહોંચ્યા બાદ પતિ સહિત ચાર સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.આણંદના મોગર ગામે રહેતી પરિણીતાનો પતિ અન્યસ્ત્રી સાથે સંબંધ રાખતો હોવાથી પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાં થતાં હતાં. ઝઘડાએ વિશાળ સ્વરૂપ ધારણ કરી લેતાં પતિએ પત્નીના વાળ પકડી દિવાલ સાથે માથું અથડાવી દીધું હતું. જેના કારણે ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે પરિણીતાએ પતિ સહિત ચાર સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts