મોગામાં વાયુસેનાનું MIG-૨૧ વિમાન ક્રેશઃ પાયલટ અભિનવ ચૌધરીનું મૃત્યુ
એરફોર્સના ફાઈટર વિમાન સ્ૈંય્-૨૧ ગુરુવારે રાતે પંજાબના મોગામાં ક્રેશ થયું છે. દુર્ઘટનામાં પાયલોટ સ્ક્વોડ્રન લીડર અભિનવ ચૌધરીનું મોત થયું છે. એરફોર્સે આ ઘટનાની કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે.
મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે, ટ્રેનિંગ સેશન દરમિયાન પાયલોટ અભિનવ ચૌધરીએ મિગ-૨૧થી રાજ્સથાનના સુરતગઢથી ઉડાન ભરી હતી, પરંતુ મોગામાં એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું હતું.
આ પહેલાં ૧૭ માર્ચે પણ એક દુર્ઘટનામાં ફાઈટર વિમાન મિગ-૨૧ બાઈસન ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એરફોર્સના કેપ્ટનનો જીવ ગયો હતો. આ પહેલાં જાન્યુઆરીમાં રાજસ્થાનના સુરતગઢમાં મિગ-૨૧ બાઈસન ક્રેશ થયું હતું. આ વખતે ઉડાન દરમિયાન વિમાનમાં ટેક્નિકલ ખામી જાેવા મળી હતી.
એક સમયે મિગ-૨૧ને ઈન્ડિન એરફોર્સનું બેકબોન કહેવામાં આવતું હતું. પરંતુ હવે આ વિમાન જૂનુ થઈ ગયું છે. અપગ્રેડ કર્યા પછી પણ તે યુદ્ધ માટે પરફેક્ટ નથી અને ઉડાન માટે પણ નથી. છેલ્લા ૫ વર્ષમાં ૪૮૩થી વધારે મિગ વિમાન ર્દુઘટના થઈ ચૂકી છે. આ ર્દુઘટનામાં ૧૭૦થી વધારે પાયલટના જીવ ગયા છે.
Recent Comments