fbpx
ભાવનગર

“મોજીલા માસ્ટર” ઉર્ફે મુકેશકુમાર વાઘેલા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક ના એવોર્ડ થી સમ્માનિત

“મોજીલા માસ્ટર” ઉર્ફે મુકેશકુમાર ચંદ્રકાન્ત વાઘેલા ઘોઘા જિલ્લાના અવાણીયા કુમાર પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે કાર્યરત છે. છેલ્લા ૨૪ વર્ષ થી તે વિદ્યાર્થીઓ મા મૂલ્યવર્ધક શિક્ષણ નું સિંચન કરી રહ્યા છે.

શ્રી મુકેશકુમાર ચંદ્રકાન્ત વાઘેલા ને શિક્ષક દિન ના પ્રસંગે જિલ્લા કક્ષાએ ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના શિક્ષક જીવન વિષે જો વાત કરીએ તો ૨૪ વર્ષ થી તેઓ શિક્ષણ ના આદાન પ્રદાન ના કાર્ય સાથે સંકળાયેલ છે. તેમની શિક્ષણ પ્રદાન ની કળા થકી તેઓને “મોજીલા માસ્ટર” તરીકે ઓળખ મળેલ છે.

મોજીલા માસ્ટરની શાળામાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. “ડિજિટલ બચત બેંક” કે જેને કારણે શાળાના વિદ્યાર્થીઓ બચત, રોકાણ અને ઉધાર જેવા અનેક મૂલ્ય શીખે છે જેને કારણે તેમના જીવન નું વાસ્તવિક સમય સાથે ઘડતર થાય છે. ડિજિટલ બચત બેંક ની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓને જે રકમ વપરાશ માટે તેમના વાલીઓ દ્વારા આપવામાં આવે છે તે ધનરાશિ બાળક આ બેંક માં જમા કરાવી શકે છે. તદુપરાંત આ બેંક ના ફાયદા ની વાત કરીએ તો જયારે પણ બાળક આ બેંક માં રકમ જમા કરાવે છે ત્યારે વાલીઓ ને તેમના ફોન માં ટેક્સ્ટ મેસેજ પણ મળે છે.

શિક્ષક ની કારકિર્દી દરમિયાન શ્રી મુકેશકુમાર ચંદ્રકાન્ત વાઘેલા કે જેઓ મોજીલા માસ્ટર તરીકે પણ જાણીતા છે તેઓ શાળામાં જ નહીં પરંતુ વિદ્યાર્થીના ઘરે જઈને પણ તેમને શાળામાં હાજર થવા પ્રોત્સાહન આપે છે. તેઓ વિદ્યાર્થીના ઘરે જઈને નખ કાપી માથાના વાળ કાપી વિદ્યાર્થીને શાળા જવા માટે તૈયાર કરે છે. બાળક ને કેમ શાળા ગમે તેના માટે તેઓ વેશભૂષા પણ ભજવે છે. બાળગીત, અભિનયગીત જેવી અનેક પ્રવૃત્તિ સાથે પ્રાર્થના સભામાં તેઓ રજુ કરે છે.

તે ઉપરાંત તેઓ વિધાર્થી ને નાની ગેમ, નાની ભેટ અને અનેકે નાના ઇનામ અર્પણ કરે છે. નમસ્તે કરી વડીલોને માન આપવાનું પણ શિક્ષણ પ્રદાન તેમના દ્વારા કરવામાં આવે છે. ડિજિટલ યુગમાં ગુગલ ફોર્મ દ્વારા શ્રી મુકેશકુમાર વાઘેલા દિન વિશેષ અને પાઠ વિશેષ ની પ્રશ્નાવલી બનાવે છે અને આ કવીઝ દ્વારા બાળક ને પ્રમાણપત્ર પણ મળે છે જેને કારણે બાળક ને આ પ્રવૃત્તિમાં વધુ રુચિ કેળવાય છે. આવા અનેકવિધ કાર્ય દ્વારા મોજીલા માસ્ટર વિદ્યાર્થીઓને શાળા પ્રિય લાગે તેના માટે પોતાના થી બનતા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.

શિક્ષક દિન ની ઉજવણી ના ભાગસ્વરૂપે શ્રી મુકેશકુમાર ચંદ્રકાન્ત વાઘેલા ને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક ના પારિતોષિક સાથે શાલ અને રૂપિયા ૧૫ હાજર ની રાશિ પણ અર્પણ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts