અમરેલી

મોટરસાયકલ ચોરીના ગુનામાં મોટરસાયકલ સાથે એક ઈસમને પકડી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ટીમ…

સાવરકુંડલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા દ્વારા ડિવિઝન માંથી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહન મોબાઇલ વગેરે પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય તે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. સોની ની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા એફ આઇ આર અને ઇન્ડિયન પીનલ કોડ કલમ ૩૭૯ મુજબ ગુના ના કામે ચોરી થયેલ હોન્ડા કંપનીનું કાળા કલરનું શાઈન મોટર બાઈક જેનો આરટીઓ રજી નંબર જી.જે.૧૪એન ૨૮૩૫ સાથે વિજયભાઈ લખમણભાઇ રાઠોડ, ઊ.વ. ૩૮, ધંધો મજૂરી, રહે. ગામ ભુવા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી ને ચોક્કસ બાતમીના આધારે પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામે કબજે કરેલ મુદ્દામાલ હોન્ડા કંપનીનું શાઈન મોટરસાયકલ કિંમત રૂપિયા 20,000 છે. આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એમ. સોની, એ.એસ.આઇ હિંગરાજસિંહ, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ બીજલભાઇ, પોલીસ કોન્સ્ટેબલ જીતુભાઈ ગોબરભાઇ, પોલીસ કોન્સ્ટેબલ વશરામભાઈ ગભાભાઇ તથા મહેશભાઈ ગીરજા શંકરભાઈ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts